દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી એક રહેણાંક મકાનમાંથી પોલીસે કુલ રૂ.૨૫ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની અટક કરી

દાહોદ તા.૧૯
દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના કુલ રૂ.૨૫,૨૩૦ના પ્રોહી જથ્થા સાથે એક મહિલાની અટક કર્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તા.૧૮.૧૦.૨૦૧૯ના રોજ દાહોદ તાલુકાના રળીયાતી સાંસાવાડમાં રહેતા આરતીબેન સાગરભાઈ સાંસીના રહેણાંક મકાનમાં ઓચીંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલો નંગ.૨૭૭ જેની કુલ કિંમત રૂ.૨૫,૨૩૦ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત મહિલાની અટક કરી દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

One thought on “દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી એક રહેણાંક મકાનમાંથી પોલીસે કુલ રૂ.૨૫ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની અટક કરી

  • January 26, 2026 at 11:41 am
    Permalink

    Việc sắp xếp các danh mục trò chơi tại xn88 bshrf rất logic, giúp người mới dễ dàng tìm thấy trò chơi yêu thích chỉ trong vài giây. TONY01-26

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!