હવામાન વિભાગ દ્વારા આગામી ૧૪ મે સુધી ગુજરાત સહિતના રાજયોમાં હીટ વેવની સંભાવના
દાહોદ તા.૨૪
ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ૨૪ એપ્રીલ થી ૧૪ મે, ૨૦૨૦ સુધી ગુજરાત સહિતના રાજયોમાં પ્રબળ હીટ વેવની સંભાવના છે. આ સંભાવનાને ધ્યાને લઇ ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા આ સમયે નાગરિકોએ શું કરવું – શું ન કરવું ની એક માર્ગદર્શિકા કોવીડ – ૧૯ ના સંક્રમણને પણ લક્ષમાં લઇને બહાર પાડવામાં આવી છે.
આ હીટ વેવથી સુરક્ષિત રહેવા માટે દરેક નાગરિકે આ બાબતોનું અવશ્ય પાલન કરવું જરૂરી છે. પ્રથમ બાબત છે ઘરે રહો. ઘરે રહો અને સ્થાનિક વાતાવરણ બાબતે વર્તમાનપત્રો અને દૂરદર્શન પરના સમાચારોથી અવગત રહો. બીજી ખૂબ મહત્વપૂર્ણ બાબત તે શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખો. દિવસભર સમયાંતરે પાણી પીતા રહો. કીડની કે એવી ગંભીર બિમારીથી પીડાતા લોકો જેઓને વધુ પાણી પીવાની મનાઇ હોય તેમણે પોતાના ડોક્ટરની સલાહ મુજબ પાણી પીતા રહેવું.
શરીરમાં પાણીના યોગ્ય સ્તરને જાળવી રાખવા માટે છાશ, લીબું પાણી, લસ્સી, ઓઆરએસનું પાણી પીતા રહેવું જોઇએ. કપડા પણ સુતરાઉ, આછા રંગના અને હળવા જ પહેરવા.
બહાર જવાનું બને તેટલું ટાળો. ખૂબ આવશ્યક કામ માટે બહાર જતા હો તો તમારા માથાને કપડું, ટોપી કે છત્રીથી ઢાંકી લો. તીવ્ર ગરમીના કલાકો ખાસ કરીને બપોરના ૧૨ થી ૩ વાગ્યા વચ્ચે બહાર ન જવું પડે એ રીતે તમારૂ શિડયુલ ગોઠવો. તમારા ચહેરાને પણ કપડાંથી ઢાંકી રાખવો. ખુલ્લા પગે બહાર બિલકુલ ન નીકળવું. કોઇ પણ બાહ્ય સપાટીને બિનજરૂરી સ્પર્શ ન કરવો. બીજા વ્યક્તિથી ઓછામાં ઓછું એક મીટરનું સામાજિક અંતર જાળવી રાખો. સાબુથી નિયમિત હાથ ધોતા રહો. સાબુ ન હોય તો સેનેટાઇઝરનો પણ ઉપયોગ કરી શકાય. આંખો, નાક અને મ્હોંને બિનજરૂરી રીતે સ્પર્શ કરતા ન રહેવું. ઘરના દરેક સભ્ય માટે અલાયદો વપરાશ માટેનો રૂમાલ-ટુવાલ રાખવો.
આ સિવાય અન્ય સાવધાનીઓ તરીકે ઘરમાં ઠંડક રહે તે રીતની વ્યવસ્થા ગોઠવવી. પડદા, સનસેડ કે બારણાં બંઘ રાખવા, રાતે બારીઓ ખુલ્લી રાખવી. બને ત્યાં સુધી નીચેના માળે જ રહેવું. વધુ પડતી ગરમીથી બચવા સમયાંતરે ઠંડા પાણીથી સ્નાન કરતા રહેવું.
તમને તાવ, ચક્કર આવવા, માથામાં દુખાવો, સતત ખાંસી આવતી હોય એવા લક્ષણો જણાય – તો તુરંત જ ડોકટરનો સંપર્ક સાધવો.
રસોઇ પણ બપોરના સમયે ન કરવી. ઓછી ગરમી હોય ત્યારે જ રસોઇ બનાવવી. રસોઇ બનાવતી વખતે બારી દરવાજા ખુલ્લા રાખવા જેથી રસોઇઘરમાંથી ગરમ હવા બહાર જતી રહે. ચા, કોફી, ઠંડા પીણાંથી દૂર રહેવું કારણ કે તેનાથી શરીર ડીહાયડ્રેડ થઇ જાય છે. વઘુ પ્રોટીનવાળા, ખૂબ તેલવાળા અને મસાલેદાર વાનગીઓ ન ખાવી. વાસી ખોરાક ન ખાવો.
કામના સ્થળે પણ માલિક અને કર્મચારીઓ ખાસ કાળજી લેવી જરૂરી છે. કામના સ્થળે ચોખ્ખાં અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. કર્મચારીઓએ સીધા સૂર્યપ્રકાશથી બચવું. ખેતમજૂરી કરતા, મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકો, કે અન્ય મજૂરીકામ કરતા લોકોએ ધ્યાન રાખવું કે તેમનું માથું અને ચહેરો ઢંકાયેલો રહે. ખૂબ શારીરિક શ્રમવાળી કામગીરી દિવસના ઠંડા પહોરમાં જ કરવી. ખૂબ શ્રમ માંગી લેતી કામગીરીમાં સમયાંતરે બ્રેક લેતા રહેવું અને આ બ્રેકનો સમય પણ વધારવો યોગ્ય રહેશે. ગર્ભવતી મહિલાઓ અને ગંભીર બિમારી ધરાવતા લોકોએ આ સમય દરમ્યાન ખાસ કાળજી રાખવી. કોરોના સંક્રમણ બાબતના સરકારી નિર્દેશોનું ચોક્કસ પાલન કરવું. લંચ ડિનર સમયે ૧ થી ૧.૫ મીટરનું સામાજિક અંતર જાળવવું. ઘરે જઇને પહેલા સ્નાંન કરીને કપડાં બદલી દેવા.
પોલીસ કે ટ્રાફીક કર્મીએ પણ આ સમય દરમ્યાન ખાસ કાળજી રાખવી જોઇએ. ઓનડયુટી હળવો પોષાક જ પહેરવો જોઇએ. વાહનોને ખાસ અંતર જાળવીને જ રોકવા જોઇએ. દસ્તાવેજની ચકાસણી વખતે તેના સ્પર્શથી બચવું. કોઇ પણ સપાટીને સ્પર્શ કરવો નહી. પાણી પીતાં રહો. રક્ષણાત્મક કવચ તરીકે સનશેડ, સનગ્લાસીસ કે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો. દિવસના ગરમ સમયે નાની ઉંમરના સુરક્ષા જવાનોને ડયુટી પર પ્રાથમિકતા આપવી.
# sindhuuday Dahod


Bạn có thể chơi cùng lúc nhiều slot khác nhau trên ưu đãi 188v nhờ tính năng đa tab. Đây là lợi thế lớn cho những ai muốn đa dạng hóa chiến lược và tăng cơ hội trúng thưởng. TONY01-26
Are you looking for a reliable source to download the Lights Out PDF without complications? Our site is designed with your convenience in mind, offering direct access to the files you want. Enjoy crisp text and perfect formatting for a superior reading experience. https://lightsoutpdf.top/ When Did Led Lights Come Out