ગરબાડાના પાટીયા ગામે સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં બે ઈસમોએ બેને ફટકાર્યા
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામે સામાન્ય બાબતે થયેલ ઝઘડા તકરારમાં બે ઈસમોએ બે વ્યક્તિઓને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગરબાડાના પાટીયા ગામે કુંડા ફળિયામાં રહેતાં સોમાભાઈ મગનભાઈ ભુરીયા તથા તેમની સાથે શનાભાઈ એમ બંન્ને જણા ગત તા.૨૨મી માર્ચના રોજ ગરબાડાના પાટીયા ગામેથી પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યાં હતાં તે સમયે રસ્તામાં ગરબાડાના પાટીયા ગામે કુડા ફળિયામાં રહેતાં અરવિંદબાઈ વરસીંગભાઈ ભુરીયા તથા પ્રવિણભાઈ સબુરભાઈ ભુરીયાનાઓ એક મોટરસાઈકલ પર સવાર થઈ આવ્યાં હતાં અને સોમાભાઈની ફોર વ્હીલર ગાડીની આગળ મોટરસાઈકલ ઉભી કરી જઈ સોમાભાઈ અને શનાભાઈને બેફામ ગાળો બોલતાં હતાં ત્યારે સોમાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં અરવિંદભાઈ તથા પ્રવિણભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી સોમાભાઈ તથા શનાભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સોમાભાઈ મગનભાઈ ભુરીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?