પિતાનો ડીએનએ રિપોર્ટ મેચ થતાં મોટો પુરાવો ઉભો થયો હતો : સામે રહેતા કિશોરે પણ બે વાર દુષ્કર્મ કર્યું હતું : દાહોદમાં પુત્રી ઉપર દુષ્કર્મ આચરી કુંવારી માતા બનાવનાર પિતાને અંતિમ શ્વાસ સુધીની કેદ
દાહોદ તા.૧૦
ઝાલોદ તાલુકાના લીમડી પંથકમાં એક કિશોરી વર્ષ 2024માં પિતા સાથે સામે રહેતા યુવકે પણ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેના કારણે કિશોરી ગર્ભવતિ થઈ ગઈ હતી. કિશોરીએ તેની સાથે બનેલી ઘટના તેની માતાને જણાવી હતી. ત્યાર બાદ ઓક્ટોબર માસમાં કિશોરીએ ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હોવાની તથા પિતા અને ગામના એક કિશોરએ દુઃખર્મ આચરી ગર્ભવતી બનાવ્યાની વાત ગામમાં પ્રસરી ગઈ હતી. ત્યાર બાદ કિશોરીની માતાએ પુત્રીને ગર્ભવતી બનાવનાર પિતા તથા ઘરની સામે રહેતા કિશોર સામે લીમડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ લીમડી પી.આ કે.કે. રાજપુતે ગુનો નોંધી તપાસના અંતે બન્ને આરોપીઓ સામે પુરતો પુરાવા હોઈ ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપી પિતા સામે સ્પે પોક્સો કોર્ટમાં અને કિશોર સામે જુવેનાઈલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ કેસ દાહોદ સેકન્ડ એડીશનલ સ્પેશિયલ જજ ડી.જે. મેહતાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ ડોક્ટરી પુરાવો તથા વૈજ્ઞાનિક પુરાવો (DNA રિપોર્ટ પોઝીટીવ) આવતા તથા પંચનામાં અને તપાસ કરનાર અમલાદરના પુરાવો પ્લાાને લઈ ભોગ બનનાર તથા ફરિયાદી હોસ્ટાઈલ હોવા છતા કોર્ટ સસરકારી વકીલ ટીના આર.સોનીની દલીલી ધ્યાને લઈ આરોપી પિતાને આપીસી કલમ 376(2), 376 (2)(એન) તથા પી.એ.ક. 4.6 મુજબના ગુનામાં આજીવન કેદ એટલે કે તેના બાકી રહેલા આયુષ્ય સુધીના સખત કેદ તથા રૂ.25,000 દંડ અને દંડ ન ભરે તો 1 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તેમજ 357(એ) તતા વિ.કેયો. સ્કીલ 2019 અંતર્ગત ભોગ બનનારને આખરી વળતર પેટે રૂ.4,00,000 રૂ. ચુકવાવનો હુમ કર્યો છે. જે પેટે 75 ટકા ભોગ બનનાર નામે 3 વર્ષ મુદ્દત વિકલ્પે પુખ્તવયની થાથ બે માંથી જે સમય ગાળો વધુ હોય તે મુદત માટે ભોગ બનનારના વાલીની પરસંદગીની નેશનવાઈઝ બેન્કમાં એફ.ડી કરવા અને 25 ટકા ભોગ બનનાર કિશોરીના પોતાના બેન્ક ખાતામાં ચેકથી જમા આપવા યુકમ કર્યો છે.