સી. બી પટેલ આર્ટસ કોલેજનું રમત ગમત ક્ષેત્રે ગૌરવ
નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાત રાજ્ય જૂડો એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્ય જૂડો ચેમ્પિયનશીપ-૨૦૨૫-૨૬ નું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ,વડનગર ખાતે તારીખ.૨૩/૧૧/૨૫ ના રોજ કરવામાં આવેલ જેમાં ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત નડીઆદની નામાંકિત સી. બી પટેલ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શેખ આમીરહસન એમ. કે જેઓ જૂડોની વેઇટ કેટેગરી -૬૦ કિલોગ્રામમાં સ્પર્ધા કરતા ત્રણ ફાઈટને અંતે ચોથી ફાઈટ જીતતા ત્રીજા નંબરે રહીને બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્ર મેળવીને સમગ્ર ચરોતર પંથકમાં રાજ્ય અને રાષ્ટ્ર્રકક્ષાએ તેની આ ઝળહળતી સિદ્ધિએ કોલેજનું નામ રોશન કરેલ છે. તેઓની આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડૉ.મહેન્દ્રકુમાર એ.દવે, સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.પ્રકાશ રાઠવા તથા સમગ્ર સી. બી. પટેલ આર્ટસ કોલેજ પરિવારે આ વિદ્યાર્થીને અભિનંદન પાઠવીને તેઓ આ ક્ષેત્રે વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

