ચોરીના બાઇક સાથે બે આરોપીઓ ઝડપાયા: મહેમદાવાદની અનડીટેક્ટ બાઇક ચોરીનો ગુનો રૂરલ પોલીસે ઉકેલાયો

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ રૂરલ પોલીસે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક અનડીટેક્ટ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરીમાં ગયેલું હિરો સ્પેન્ડર પ્લસ બાઇક સાથે બે આરોપીઓને ઝડપી પાડી, મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. વાઘેલાની સૂચના મુજબ, રૂરલ પોસ્ટેના સર્વેલન્સ સ્ટાફના અ.હેડકોન્સ્ટેબલ શ્રવણકુમાર શીયારામ, પો.કો. રાજુભાઇ માલાભાઇ અને પો.કો. પ્રતીકભાઇ ગોવીંદભાઇ કમળા ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન, અ.હેડકો. શ્રવણકુમાર શીયારામને બાતમી મળી હતી કે, બે ઇસમો ચોરીનું મોટર સાયકલ લઈને કમળા ચોકડીથી નડિયાદ શહેર તરફ આવવાના છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી અને બાઇક સાથે આવતા બંને ઇસમોને પકડી પાડ્યા હતા. કબજે કરેલા મોટર સાયકલ બાબતે  તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આશરે આઠેક દિવસ પહેલા આ બાઇક ચોરી થઈ હોવાની ફરિયાદ મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. નડિયાદ રૂરલ પોલીસે સંજયભાઇ વિક્કીભાઇ મનુભાઇ માળી રહે. ચકલાસી ભાગોળ, નડિયાદ.  મયુરભાઇ જીવણભાઇ ચંદુભાઇ માળી રહે. માળી મહોલ્લો, વડોદરા. એક હિરો કંપનીનું સ્પેન્ડર પ્લસ બાઇક, જેની આશરે કિંમત રૂ. ૩૫ હજાર છે. મુદામાલ સાથે બંને ઇસમોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!