ધાનપુરના શિમામોઇ ગામે કોરોનાનો કેસ નોંધાતા તંત્ર દ્વારા સઘન ઝુંબેશ આરંભીને ગ્રામજનોને સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવવા માટે આહ્વાન ગામમાં માસ્ક વિતરણ અને સેનિટાઇઝન સહિત સઘન જાગૃકતા અભિયાન
દાહોદ તા.૨૫
ધાનપુર તાલુકાના શિમામોઇ ગામે ગત રોજ એક કોરોના સંક્રમણનો કેસ નોંધાયો છે ત્યારે ગામમાં વહિવટી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ આરંભીને ગ્રામજનોને સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવવા માટે સમજ આપવામાં આવી રહી છે. આ માટે ગામના આંગેવાનોની પણ મદદ લેવામાં આવી રહી છે.
ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી શ્રી એન.ડી.અંસારીએ જણાવ્યું કે, આખા ગામને સેનિટાઇઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને લોકોને કોરોના બાબતે શું સાવચેતી રાખવી તેની સમજ આપવામાં આવી રહી છે. ગામના આગેવાનોની મદદ લઇને વધુમાં વધુ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવે અને ટેસ્ટ બાબતે કોઇ પણ ભય કે ગેરસમજ ન રાખે તે બાબતે સમજ આપવામાં આવી રહી છે. ઉપરાંત કોન્ટ્રાકટ ટ્રેસિગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. કોરોના બાબતે સઘન જાગૃતિ ઝુંબેશ અંતર્ગત આરોગ્યની ટીમ, મામલતદારશ્રી, પોલીસ ટીમ દ્વારા સહિયારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.


888slot đã xây dựng được niềm tin lớn từ cộng đồng nhờ chú trọng vào yếu tố an toàn và minh bạch trong mọi khâu vận hành. Với quy trình kiểm soát nghiêm ngặt và công nghệ hiện đại, trải nghiệm của người chơi luôn được bảo vệ tối đa ở mọi khía cạnh. TONY02-01H