દાહોદ એલસીબી પોલીસે ઝાલોદના દેપાડા ગામે સપાટો બોલાવ્યો : આઈસર ટેમ્પામાંથી રૂા.૯.૫૦ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે આઈસર ગાડીના ચાલકની અટકાયત

દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દેપાડા ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક આઈસર ટેમ્પામાંથી વિદેશી દારૂ બીયરનો જથ્થો કિંમત રૂા.૯,૫૦,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે આઈસર ટેમ્પાની કિંમત મળી પોલીસે કુલ રૂા.૨૪,૮૯,૪૦૦ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
હોળીનો તહેવાર નજીક આવતાંની સાથે દાહોદ જિલ્લામાં બુટલેગરો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો બેફામ બન્યાં છે. ત્યારે પ્રોહીબીશનની પ્રવૃતિ સહિત વિવિધ ગુન્હાઓ ઉપર અંકુશ લાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ઝાલોદના દેપાડા ગામ તરફ રસ્તા પર પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક આઈસર ગાડી પસાર થઈ હતી. આઈસર ગાડી નજીક આવતાંની સાથે ગાડીના ચાલક જયનકુમાર સાયરસીંગ માવી (રહે.ગલાલીયાવાડ, નદી ફળિયા, તા.જિ.દાહોદ) નાની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેના કબજાની આઈસર ગાડીની તલાસી લેતાં તેમાં પશુ આહારના થેલાઓની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ બીયરની પેટીઓ નંગ.૨૨૦ જેમાં બોટલ નંગ.૫૨૮૦ કિંમત રૂા.૯,૫૦,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે આઈસર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૨૪,૮૯,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?