ફતેપુરાના ઘુઘસ ગામેથી રાજસ્થાનના યુવકે સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરતાં પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી રાજસ્થાનના એક યુવકે ફતેપુરા તાલુકામાં રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ગાંગડતલાઈ તાલુકામાં કુપડી વિસ્તારમાં રહેતો બાલવિરભાઈ રમસુભાઈ ભાભોરે ગત તા.૧૧મી એપ્રિલના રોજ ફતેપુરા તાલુકામાં રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપી, પટાવી, ફોસલાવી, પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

One thought on “ફતેપુરાના ઘુઘસ ગામેથી રાજસ્થાનના યુવકે સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરતાં પોલીસમાં ફરિયાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!