દાહોદ તાલુકાના ડુંગરા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે આજરોજ વહેલી સવારે  મળેલ બાતમીના આધારે

દાહોદ તા.૬

દાહોદ તાલુકાના ડુંગરા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે આજરોજ વહેલી સવારે  મળેલ બાતમીના આધારે એક પીકઅપ ગાડીમાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ.૩,૩૨,૨૬૦ ના જથ્થા સાથે પીકઅપ ગાડીમાંથી રોકડા રૂપીયા ૧,૭૪,૪૮૦ તેમજ મોબાઈલ ફોન અને પીકઅપ ગાડીની કિંમત મળી કુલ રૂ.૬,૫૮,૭૪૦ ના કુલ મુદ્દામાલ સાથે એકની અટક કરી હોવાનુ જાણવા મળે છે ત્યારે બીજી તરફ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગની ટીમ દ્વારા દાહોદ જિલ્લામાં અવાર નવાર અને જંગી જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પ્રોહી રેડ પાડવામાં આવી રહી છે ત્યારે સ્થાનીક પોલીસ જાણે આ બાબતે અજાણ હોય તેમ અનેકવાર ઉંઘતી ઝડપાઈ રહી છે અને ડુંગરા ગામે અગાઉ પહેલા બનેલા પ્રોહીના બનાવમાં પણ સ્ટેટ મોનીટરીંગની ટીમ દ્વારા પ્રોહી રેડ પાડવામાં આવી હતી અને તે બનાવમાં પણ વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે તે બનાવમાં પીએસઆઈ અને એક હેડ કોન્સ્ટેબલને આ સંદર્ભે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા ત્યારે આજ જગ્યાએ ઉપરોક્ત બનેલા બીજા બનવામા પણ સ્ટેટ મોનીટરીંગ ગાંધીનગરની ટીમ દ્વારા ફરીવાર ડુંગરા ગામે પ્રોહી રેડ પાડવામાં આવી છે ત્યારે શું આ સંદર્ભમાં દાહોદ તાલુકાની લોકલ પોલીસ સામે પહેલીની જેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તે હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

દાહોદ જિલ્લોએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને જાડતો જિલ્લો છે અને તેમાંય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ઢાલવવામાં આવતા વિદેશી દારૂ વેપલો દાહોદ જિલ્લા બુટલેગરો તેમજ તેના મળતીયાઓ વિદેશી દારૂનો વેપલો બેફામ કરતા હોય છે. આ બાબતે જાણે જિલ્લાની તેમજ તાલુકાની પોલીસને કંઈ ખબર જ ન હોય તેમ બેરોકટોક દાહોદ જિલ્લામાં વિદેશી દારૂનો વેપલો છુટા દોરથી ચાલતો રહે છે. માત્ર નાના મોટા પ્રોહીની રેડ પાડી જિલ્લાની પોલીસ માત્ર કાગળ પર નોંધ લેતી હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે બીજી તરફ અનેકવાર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળે છે અને દાહોદ જિલ્લામાં અનેક સ્થળોએ જંગી જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડે છે ત્યારે આ સામે દાહોદ જિલ્લાની લોકલ પોલીસ હરહંમેશ ઉંઘતી ઝડપાય છે. આવો જ એક બનાવ આજરોજ વહેલી સવાર બનવા પામ્યો હતો જેમાં સ્ટેટ મોનીટરીંગ ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે  દાહોદ તાલુકાના ડુંગરા ગામેથી એક પીકઅપ વાહન લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેમાં પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૩૫૬૪ જેની કુલ કિંમત રૂ.૩,૩૨,૨૬૦ ના પ્રોહી જથ્થા સાથે પીકઅપ ગાડીમાંથી રોકડા ૧,૭૪,૪૮૦ રૂપીયા,એક મોબાઈલ ફોન તેમજ પીકઅપ ગાડીની કિંમત રૂ.૧,૫૦,૦૦૦ એમ કુલ મળી રૂ.૬,૫૮,૭૪૦ ના મુદ્દામાલ સાથે પીકઅપ ગાડીમાં સવાર દાહોદ તાલુકાના ડુંગરા ગામના મહુડી ફળિયામાં રહેતો તાજુ બચુભાઈ બારીયાની અટક કરી સ્ટેટ મોનીટરીંગ ગાંધીનગરની ટીમ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

One thought on “દાહોદ તાલુકાના ડુંગરા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે આજરોજ વહેલી સવારે  મળેલ બાતમીના આધારે

  • February 3, 2026 at 2:56 am
    Permalink

    Các trò chơi luôn được sắp xếp qua các hạng mục riêng biệt nên thành viên tham gia dễ dàng tìm kiếm. sv88 .com còn cung cấp cả hai hình thức cược casino là truyền thống và live trực tiếp. Tùy theo nhu cầu, điều kiện tham gia cá cược mà anh em có thể lựa chọn hình thức chơi phù hợp. TONY02-01H

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!