દાહોદ એલસીબી પોલીસે પીપલોદ ટોલ નાકા પાસેથી આઇસર ટેમ્પામાથી રૂ. ૨૬૩૦૧૪૫/- ની કિંમતના અફીણના ઝીંડવા ઝડપી પડ્યા : એકની અટકાયત
દાહોદ તા.23
દાહોદ એલસીબી પોલીસે પીપલોદ ટોલ નાકા પાસેથી આઇસર ટેમ્પામાથી રૂ. ૨૬૩૦૧૪૫/- ની કિંમતના અફીણના ઝીંડવા ઝડપી પાડી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ એલસીબી પોલીસ, ગતરોજ રાત્રીના સમયે પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ ભથવાડા ટોલ નાકા ઉપર વાહન ચેકીંગમા હતા. તે દરમ્યાન રાત્રીના સવા નવ વાગ્યાના અરસામા એક બ્રાઉન કલરનો આરજે-૧૯-જીઇ- ૯૨ ૧૩ નંબરનો આઈસર ટેમ્પો આવતા, પોલીસના આ ટેમ્પો શંકાસ્પદ લાગતા પોલીસે આ ટેમ્પાને રોકાવી તેમાં તપાસ કરતા,
પોલીસને આ આઇસર ટેમ્પામાથી લીલા શાકભાજીની આડમા નીચેના ભાગે વિવિધ કલરની પ્લાસ્ટીકની થેલીઓમા ભરી રાખેલ અફીણના ઝીંડવા – પોષડોડા મળી આવ્યા હતા. જેથી દાહોદ એલસીબી પોલીસે રૂ. ૨૬૩૦૧૪૫/- ની કિંમતના કુલ ૮૭૬.૭૧૫ કિલો વજનના અફીણના ઝીંડવા તથા આયસર ટેમ્પો મળી કુલ રૂ. ૩૨૩૫૧૪૫/- નો મુદ્દામાલ કબ્જે કરી બિકાનેર, રાજસ્થાનના શિવરાજ શ્રાવણરામ ભાદુ નામના ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.