દાહોદમાં વાહનચોર ટોળકી બેફામ બની : ચોરોનો પોલીસને ખુલ્લો પડકાર? : ખુદ પોલીસ વિભાગની સરકારી મોટરસાઈકલ ધોળે દિવસે ચોરાઈ

દાહોદ તા.૩૦
દાહોદ તાલુકાના દેલસર ગામેથી દાહોદ તાલુકા પોલીસ મથકે એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતાં એક પોલીસ કર્મચારીની સરકારી મોટરસાઈકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ભરબપોરના સમી સાંજના ત્રણેક વાગ્યાના આસપાસ ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ વિભાગની મોટરસાઈકલ ચોરી કરી લઈ મોટરસાઈકલ ચોર ટોળકી જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખુદ પોલીસ વિભાગની મોટરસાઈકલ ચોરી થઈ હોવાના સમાચાર વાયુવેગે ફેલાતાં લોકોમાં અનેક ચર્ચાઓએ પણ જાેર પકડ્યું હતું. ગત. તા. ૨૯મી ડિસેમ્બરના રોજ દાહોદ તાલુકા પોલીસ મથકે એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતાં વિરેન્દ્રસિંહ છત્રસિંહ દેલસર ગામે પણદા ફળિયામાં સમી સાંજના ત્રણેક વાગ્યાના આસપાસ વિસ્તારમાં આવેલ એક સ્ટેશનરીની દુકાને ખરીદી કરવા ગયાં હતાં અને વિસ્તારમાં પોતાના કબજાની સરકારી મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી ગયાં હતાં. આ દરમ્યાન કોઈ અજાણ્યો ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી સરકારી મોટરસાઈકલની ચોરી કરી લઈ જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!