દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ પ્રોહીના ત્રણ બનાવોમાં પોલીસે કુલ રૂા. ૧.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યાેં : બુટલેગરો પોલીસને જાેઈ ફરાર : મોટરસાઈકલ તેમજ ફોર વ્હીલર ગાડી કબજે કરાઈ

દાહોદ તા.૦૧

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર દાહોદ જિલ્લા પોલીસે કુલ ત્રણ જુદા જુદા સ્થળોએ પ્રોહી રેડ કરી કુલ રૂા. 1,44,755/- ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલ તેમજ ફોર વ્હીલર વાહનો જપ્ત કર્યાંનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના ધાનપુર નગરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૧મી ડિસેમ્બરના રોજ રાહુલભાઈ દુરસીંગભાઈ કીરાડ, ગોલુભાઈ કરમાભાઈ કિરાડ (બંન્ને રહે.ગોલઆંબા, તા.કઠીવાડા, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ), વિદેશીકુમાર શંકરભાઈ રાઠવા અને હિતેશભાઈ ફતેસિંહ બારીઆ (બંન્ને રહે. ગઢવેલ, વેડ ફળિયુ, તા.ધાનપુર, જિ.દાહોદ) આ ચારેય જણા એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજાની મોટરસાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે પોલીસને મળેલ બાતમીના આદારે પોલીસે તેઓનો પીછો કરતાં ઉપરોક્ત ઈસમ પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી ગયાં હતાં પોલીસે મોટરસાઈકલ પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ. ૫૨૮ કિંમત રૂા. ૬૮૬૪૦ સાથે મોટરસાઈકલ કબજે કરી ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજાે બનાવ ધાનપુર તાલુકાના પીપેરો ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૧મી ડિસેમ્બરના રોજ એક તુફાન ફોન વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની તુફાન ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન નાકાબંધીમાં ઉભેલ પોલીસને જાેઈ તુફાન ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની તુફાન ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે તુફાન ફોર વ્હીલર ગાડી કબજે કરી અંદરથી વિદેશી દારૂની દારૂની બોટલો નંગ. ૩૮૬ કિંમત રૂા. ૫૦,૧૮૦ના પ્રોહી જથ્થા સાથે ધાનપુર પોલીસે ફરાર તુફાન ફોર વ્હીલર ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ત્રીજાે બનાવ દાહોદ તાલુકાના દેલસર ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૩૧મી ડિસેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દેલસર ગામે પણદા ફળિયામાં રહેતાં રાજેશ ઉર્ફે બાબુભાઈ સાંસીના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં પોલીસને જાેઈ રાજેશભાઈ ઉર્ફે બાબુભાઈ સાંસી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના મકાનની તલાસી લેતાં તેમાં પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ. ૯૦ કિંમત રૂા. ૨૫,૯૩૫ના પ્રોહી જથ્થા સાથે ફરાર ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ દાહોદ તાલુકાના પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: