દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે માતાએ કોઈ અગમ્ય કારણોસર બે બાળકો સાથે કુવામા ઝંપલાતા ત્રણના મોત : ઘરેથી સવારે લાકડા લેવાનું કઇને નીકળેલ માતાએ બે બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું

૧૨ વર્ષ પહેલા લગ્ન ગ્રન્થી મા જોડાયેલા

એક સાત વર્ષીય પુત્રી તેમજ એક પુત્ર ઉંમર વર્ષ ચાર ને લઇ કૂવામાં ઝંપલાવ્યું

કુવાની બહાર મરણ જનાર નો મોબાઇલ તેમજ ચપ્પલ ના આધારે કુવામાં હોવાનું બહાર આવ્યું

દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે રહેતી એક માતાએ બે બાળકો સાથે કોઈ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવતા ત્રણના મોત માતા તેમજ બાળકો કૂવામાં હોવાની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા અને ફાયરમેન દ્વારા ત્રણેય માતા-પુત્રીની લાશને બહાર કાઢતાં ની સાથે ગમગીની છવાઈ પીયર માથી આવેલા પરિવાર જનો પુત્રી ના મોત ને લઇ આક્રંદ કરતા પરિવાર જનો પોલીસે ઘટના સ્થળે દોડી જય ત્રણેય ની લાસ ને પી.એમ.અર્થે મોકલી તપાસ હાથ ઘરી

   પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકાના દેગાવાડા ગામે ચોરાફળીયા મા રહેતા સંદિપ ભાઈ પ્રતાપ ભાઈ હરીજન ના ૧૨ વર્ષ અગાઉ સાગટાળા ગામ ની મીનાક્ષી બેન સાથે લગ્ન થયા હતા અને તે પછી વસ્તારમા એક પુત્ર અદાજે ચાર વર્ષ  અને એક પુત્રી જેની ઉમર અંદાજે સાત વર્ષ જે પછી આજરોજ મીનાક્ષી બેન દેગાવાડા ગામે તેની સાસરી માં હતા અને સવારે ૮ વાગ્યા ના અરસામાં પુત્રી અનસિયા ઉંમર વર્ષ ૭ અને પુત્ર ભાવિક ઉંમર વર્ષ અંદાજે 4 ના ને લઇ લાકડા લેવા જવું છું તેમ કહી ઘરેથી નીકળેલ ત્યારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ઝાબીયાગામ અને નાની ખજુરી ગામની સીમમાં આવેલ ફુલ સિંગ  માના બારીયા ના કૂવા પાસે મોબાઈલની રીંગ વાગતા આસપાસ ઢોર ચરાવતા ગોવાળિયા ઓ ને મોબાઈલની રીંગ સંભળાતા તેઓએ જઈને જોતા કુવાની નજીકમાં મોબાઇલ તથા ચંપલ પડેલા હતા તે વખતે મોબાઇલમાં ફોન આવતા ગોવાળિયા એ ફોન ઉપાડતા મીનાક્ષી ના ઘરેથી કોઈકે પૂછેલ કે  કહી છે  કે કેમ નથી આવતી અને ક્યાં છે તેમ પૂછતા ગોવાળિયા    એ જણાવેલ કે આ  ફોન અને ચપ્પલ કુવાની બહાર પડેલ છે તેમ જણાવતા મીનાક્ષી ના પતિ સહીત તેના સાસરી પક્ષના પરિવાર જનો સહિત આસપાસના ગ્રામજનો ત્યાં દોડી જઈ કુવામાં જોતા કોઈક દેખાયેલ નહીં જેને કુવામા બિલાડી નાખતા  મીનાક્ષી ની લાશ દેખાતા તાત્કાલિક દેવગઢ બારીયા પાલિકાના ફાયરમેન ને જાણ કરાતા તે ઘટનાસ્થળે દોડી જઇ ફાયરમેન  જોતા મીનાક્ષી સહિત તેની પુત્રી અન્સીયા અને પુત્ર ભાવિકની પણ લાશ મળી આવતા આ બનાવની જાણ દેવગઢ બારીયા પોલીસ મથકે કરાતા પી એસ આઈ સહિત નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ ત્રણેય માતા પુત્ર પુત્રી ની લાશ બહાર કાઢી ત્રણેયની લાશ ને દે.બારીયા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી અપાઈ હતી  ત્યારે આ બનાવને લઈ તેના પિયર પક્ષના પિતા. ભાઈ. સહિત અન્ય પરિવાર પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવતા  તેના પતિ તેમજ  સાસરીપક્ષના પરિવારજનો બનાવની જગ્યાએ થી જતા રહેતા અનેક શંકા કુશંકા ઉભી થવા પામી હતી ત્યારે આ સમાચાર લખાય ત્યાં સુધી આ બનાવની કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી ત્યારે પોલીસે પણ તેના સાસરિયાઓ ની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!