દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાળાખુંટ ગામની ૧૭ વર્ષીય ગર્ભવતી યુવતીને મીસ ડીલીવરી થતાં સારવાર દરમ્યાન બંન્નેનું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાળાખુંટ ગામે રહેતી એક ૧૭ વર્ષીય ગર્ભવતી યુવતીને સાત માસના ગર્ભ દરમ્યાન મીસ ડિલેવરી થતાં નવજાત શીશુનું મૃત્યુ થયું ત્યારે ગર્ભવતી યુવતીની પણ તબીયત લથડતાં તેને વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં તેનું પણ સારવાર દરમ્યાન મોત નીપજતાં માતા અને નવજાત શીશુ બંન્નેનું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મુળ બાટીવાડા, તા.મેઘરજ, જિ.અરવલ્લી અને હાલ રહે. કાળાખુંટ, ખોબરા ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ ખાતે રહેતાં ઝુઝારભાઈ ભાથીભાઈ ડામોરની ૧૭ વર્ષીય પુત્રી નયનાબેનને સાત માસનો ગર્ભ હતો અને નયનાબેનની દવાસારવાર પણ ચાલુ હતી ત્યારે તારીખ ૭મી જાન્યુઆરીના રોજ નયનાબેનને ગરબાડાની એક ખાનગી હોસ્પિટલમાં દવાસારવાર અર્થે લઈ જવામાં આવી હતી ત્યારે નયનાબેનની મીસ ડિલેવરી થતાં તાજુ જન્મેલ નવજાત શીશુનું મોત નીપજ્યું હતું. આ બાદ નયનાબેનની પણ તબીયત લથડતાં પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન નયનાબેનનું પણ મોત નીપજતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
આ સંબંધે કાળાખુંટ ગામે ખોબરા ફળિયામાં રહેતાં પાર્વતીબેન ગલાભાઈ મીનામાએ ધાનપુર પોલીસ મથકે જાણવા જાેગ આપતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.