દાહોદમાં વધુ 23 કોરોના પોઝિટિવ કેસ
દાહોદ તા.11
દાહોદમાં આજે વધુ 23 કોરોના પોઝીટીવ કેસો નોંધાવવા પામ્યાં છે. દાહોદ અર્બન વિસ્તારમાંથી દિનપ્રતિદિન કેસો વધી રહ્યાં છે. આજના ૨૪ કેસો સાથે કુલ એક્ટીવ કેસની સંખ્યા 136ને પાર થઈ ચુંકી છે.
આર.ટી.પી.સી.આર. ના 1196 પૈકી 16 અને રેપીટ ટેસ્ટના 701 પૈકી 07 મળી આજે કુલ 23 કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ 23 પૈકી ૧૯ દાહોદ અર્બન, 02 દાહોદ ગ્રામ્ય એક ગરબાડા અને એક ફતેપુરામાંથી સામે આવ્યાં છે. આજે વધુ 03 દર્દી કોરોનાથી સાજાે થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક્ટીવ કેસની કુલ સંખ્યા 136ને પાર થઈ ચુકી છે. દાહોદ જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના કેસોને લઈ જિલ્લા આરોગ્ય તંત્ર સમેત વહીવટી તંત્રએ કોરોના સંક્રમણને અટકાવવા કામગીરી હાથ ધરી છે.

