દાહોદમાં શ્રીરામ કો.ઓ.ક્રેડીટ સોસાયટીના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચુંટણી યોજાઈ
દાહોદ તા.૧૬
દાહોદ શહેરમાં શ્રીરામ – કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના સભ્યો માટે આજે ચુંટણી યોજાઈ હતી જેમાં આજે મતદાન થયું હતું. સભાસદ મતદારો આજે વહેલી સવારથીજ મતદાન કરવા ઉમટી પડ્યાં હતાં. મતદારોનો ભારે ઘસારા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
શ્રીરામ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના સભ્યો માટે વહેલી સવારના મતદાન સમય અનુસાર શરૂં થયું હતું. આ ચુંટણીમાં ૧૦ જેટલા ઉમેદવારો મેદાનમાં હતા ત્યારે અગાઉ ૦૨ મહિલા, ૦૧ પુરૂષ સહિત ૦૩ ઉમેદવારો બિનહરીફ થયાં હતાં. ૯,૫૦૦ ઉપરાંક લભાસભ મતદારો મતદાન કરવા વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયાં હતાં. મતદારોનો ભારે ઘસારો જાેઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાંજના ૦૬ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે.