લીમખેડા નગરમાં થયેલ ચોરીની ઘટનામાં મહિલા સહિત બે જણાને પોલીસ ઝડપી પાડ્યાં : મકાનમાંથી પોલીસે સોના – ચાંદીના કુલ રૂા. ૨૪,૨૬,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યાેં
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં થોડા દિવસો અગાઉ એક બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી અને ચોરો દ્વારા મકાનમાંથી સોના - ચાંદીના ઘરેણા વિગેરેની ચોરી કરી ફરાર થયાં હતાં. આ ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ લીમખેડા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આ બનાવમાં એક મહિલા સહિત બે જણાની અટકાયત કરી તેઓના મકાનની તલાસી લેતાં સોના - ચાંદીના કુલ રૂા. ૨૪,૨૬,૯૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ગણતરીના દિવસોમાં લીમખેડા પોલીસે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતાં મળેલ છે.
ગત તા.૮,૯. ૦૧.૨૦૨૨ના રોજ લીમખેડા લીમખેડા નગરમાં મેઈન બજારમાં રહેતાં અનીલભાઈ શાંતીલાલ જાનીના બંધ રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર ઈસમાએ ચોરી કરી રૂા. ૨૯,૨૦,૦૦૦ સોના - ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયાં હતાં અને આ મામલે અનીલભાઈ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ લીમખેડા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યાં હતાં ત્યારે ગતરોજ લીમખેડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, મંગીબેન બુધાભાઈ ભાભોર (રહે. અંધારી, વેલાળી ફળિયા, તા.લીમખેડા,જિ.દાહોદ) ના ઘરે ચોરી કરેલ મુદ્દામાલ રાખેલ છે. બાતમીના આધારે પોલીસે લીમખેડા બજારમાં વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી મંગીબેન પસાર થયાં હતાં અને પોલીસે મંગીબેનને ઉભા રાખી પુછપરછ હાથ ધરી હતી પરંતુ પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે પોલીસે તેના ઘરે જઈ તપાસ હાથ ધરતાં પોલીસે ચોંકી ઉઠી હતી. ચોરીનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે ઝડપાયેલ મંગીબેનને પોલીસે વધુ પુછપરછ કરતાં અન્ય એક ઈસમનું નામ ખુલતાં પોલીસે સરદારભાઈ રસુલભાઈ મંડોડ (રહે. ગુલબાર, તા.ગરબાડા, જિ.દાહોદ) ના ઘરે જઈ તેની પણ અટકાયત કરી તેના ઘરે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેના ઘરેથી પણ ચોરીના સોના - ચાંદીના ઘરે મળી આવ્યાં હતાં.
પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને જણાના ઘરે તપાસ હાથ ધરતાં ભોરીયા, સાંકળી, કંદોરા, ચેઈન, લોકીટ, વીટી, બુટી, બંગડી, મઠીયા, છડા વિગેરે મળી કુ નંગ. ૨૪૬ જેમાં ચાંદીનું વજન ૪૬.૦૧૨ કિલો ગ્રામ, થા સોનાનું વજન ૬૧.૩૦૦ મીલી ગ્રામની મળી કુલ રૂા. ૨૪,૨૬,૯૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાેં હતો.
આમ, ગણતરના દિવસોમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં અને આરોપીઓને ઝડપી પાડવામાં લીમખેડા પોલીસને સફળતા મળી છે ત્યારે આ ઘરફોડ ચોરીના બનાવમાં અન્ય ઈસમા સંડોવાયેલ છે કે, નહીં તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.


