દેવગઢ દેવગઢ બારીયા સબ જેલ મા વધુ એક ૩૩ વર્ષીય કાચા કામના કેદીનું તબિયત લથડતા મોત નિપજતા ખળભળાટ
દેવગઢ દેવગઢ બારીયા સબ જેલ મા વધુ એક ૩૩ વર્ષીય કાચા કામના કેદીનું તબિયત લથડતા મોત નિપજતા ખળભળાટ
એક સપ્તાહમાં સબ જેલ મા બે કેદી ના મોત
૩૦૨ ના ગુનામાં કાચા કામના કેદી તરીકે સબ જેલમાં રહેલા કેદી નું અચાનક તબિયત લથડતા મોત
૩૩ વર્ષ આરોપીની તબિયત લથડતા વહેલી સવારે સારવાર હેઠળ લઈ જતાં મોત
દેવગઢબારિયા સબજેલ ખાતે વધુ એક ૩૦૨ ગુન્હા માં કાચા કામના કેદી નું તબિયત લથડતા મોત નિપજતા ખળભળાટ બનાવની જાણ વાયુવેગે પ્રસરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લા કલેકટર ઘટનાસ્થળે દોડી આવ્યા
દેવગઢબારિયા સબજેલમાં રણધીકપુર પોલીસ મથકના ૩૦૨ મુજબ ના ગુન્હા નો કેદી દીપાભાઇ ઉર્ફે દીપક રાવજીભાઈ સંગાડા ઉંમર વર્ષ 33 રહે ગામ સણગિયા તા સિંગવડ ના ને નામદાર કોર્ટ સબજેલ ખાતે મોકલી આપ્યો હતો ત્યારે સબજેલમાં બેરેક નંબર એક ના રૂમ નંબર એકમાં અન્ય કેદી સાથે રહેતા દીપાભાઇ ઉર્ફે દીપક ભાઈ રામજીભાઈ સંગાડા ની ગતરાત્રીના બે વાગ્યાના અરસામાં તબિયત લથડતાં તેને રાત્રિના સારવાર અર્થે દેવગઢબારિયા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેની દવા લીધા પછી તબીયત માં સુધારો આવતા તેને ફરી રાત્રિના સબ જેલ પરત લઇ આવ્યા હતા ત્યારે સવારે સાત વાગ્યાના અરસામાં તેને ફરી છાતીમાં દુખાવો થતાં અને ગભરામણ થતાં તેને તાત્કાલીક 108 માં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેની તપાસ હાથ ધરતા દીપાભાઇ સંગાડા નુ મોત નીપજયું હોવા ની ફરજ પરના તબીબે પુષ્ટિ કરતા અન્ય કેદીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે આ બનાવને લઇ સબજેલના ઇન્ચાર્જ દ્વારા દેવગઢ બારીયા પોલીસ મથકે બનાવની જાણ કરતાં પોલીસે જાણવાજોગ ની ફરિયાદ લઇ મરણ જનારના પરિવારજનો ને પણ આ બનાવની જાણ કરી તેઓને દેવગઢબારિયા ખાતે બોલાવ્યા હતા ત્યારે આ બનાવ અંગે નિ જાણ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને કરતા ડીવાયએસપી સહિત જિલ્લા પોલીસ વડા તેમજ મામલતદાર સહીત જિલ્લા કલેકટર દેવગઢબારિયા ખાતે દોડી આવ્યા હતા ત્યારે મરણજનાર દિપક સંગાડા ની લાશ નું પંચો રૂબરૂ પંચનામું કરી તેના મોત ની સાચી તપાસ અર્થે લાશને પેનલ પીએમ અર્થે વડોદરા ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે એક સપ્તાહ મા બે કેદી ના મોત ને લઇ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.