દાહોદના રળીયાતી ગામેથી નવજાત મૃત હાલતમાં બાળકી મળી આવતાં ચકચાર મચી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૭
દાહોદ શહેરના રળીયાતી વિસ્તારમાંથી આજરોજ એક
મૃત હાલતમાં તાજુ જન્મેલી બાળકી મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે સ્થાનીક પોલીસ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન વિગેરે ઘટના સ્થળે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે.
આજરોજ વહેલી સવારના સમયે દાહોદ શહેરના રળીયાતી રોડ તરફ આવેલ દુધમતિ નદીના નાના પુલ તરફના નીચેના ભાગે એક મૃત હાલતમાં તાજુ જન્મેલ
મૃત હાલતમાં એક બાળકીને કોઈ ક્રુર જનેતા અજાણી સ્ત્રી દ્વારા ફેંકી દેવમાં આવી હતી. અહીંથી પસાર થતાં કેટલાંક લોકો દ્વારા આ બાળકને જાેતાને સાથેજ સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ અંગેની જાણ જિલ્લા બાળ સુરક્ષા એકમ તમજ ચાઈલ્ડ લાઈનને પણ કરવામાં આવતાં સ્ટાફ મિત્રો ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે સ્થાનીક લોકોમાં ભારે રોષ પણ જાેવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: