ઝાલોદ નગરમાં નિરંકારી મંડળ દ્વારા ગુરુ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૪
સંત નિરંકારી મંડળ, ઝાલોદ દ્વારા આજ રોજ 23-02-2022 ફેબ્રુઆરી ના રોજ નિરંકારી બાબા હરદેવસિંહજી મહારાજ ની જન્મ જયંતિ ના ઉપલક્ષમાં ગુરુપૂજન દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે સફાઈ અભિયાન દ્વારા કરવામાં આવી, વર્તમાન સતગુરુ માતા સુદિક્ષાજી મહારાજ ના આદેશ અનુસાર ઝાલોદ નગર મા સત્સંગ તથા ઝુલેલાલ મંદીર પર સફાઈ કરી નિરંકારી ભક્તો એ ગુરુપૂજન દિવસ ની ઉજવણી કરી, આ દિવસે આમ નિરંકારી મંડલ દ્વારા વૃક્ષારોપણ, રક્તદાન જેવા અનેક કાર્યક્રમ કરવામા આવે છે.