દાહોદ નગરપાલિકા દ્બારા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી મંડાવાવ રોડ થી શરૂઆત
દાહોદ તા.૧૬
દાહોદ નગરપાલિકા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરીમાં ફરી સક્રિય બન્યુ છે ત્યારે આજરોજ દાહોદ નગરપાલિકાની ટીમે દાહોદ શહેરના મંડાવાવ રોડ ખાતે ધામા નાંખ્યા હતા અને આ વિસ્તારમાં ઝુકાટો,ઓટલાઓ વિગેરે જેસીબી મશીનથી તોડી પાડી દબાણો હટાવી રસ્તાઓ તેમજ ગટરો પહોંળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિસ્તારમાં દબાણ હટાવ કામગીરીથી દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
દાહોદ નગરપાલિકા દ્વારા પુનઃ ફરી એકવાર દાહોદ શહેરમાં ગેરકાયદે દબાણી હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. શરૂઆત મંડાવ રોડ થી રળીયાતી રોડ તરફ જતાં વિસ્તારમાં કરવામાં આવી છે. આ વિસ્તારમાં દુકાનોની આગળના ઝુકાટો, ઘરો,દુકાનો ઓટલાઓ વિગેરે તોડી પાડી ગટરો પહોંળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દબાણ કટાવ કામગીરીથી શહેરમાં દબાણ કર્તાઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ વિસ્તારમાં પાલિકાની ટીમ આવવાની માહિતી મળતા કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણો દુર દીધા હતા.