દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાંથી એમ.જી.વી.એલ. દ્વારા વીજ બિલના બાકી નાણાંની રૂા. ૮ લાખની વસુલાત કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં ૧૩૮ વીજ ગ્રાહકોના વીજ બિલના બાકી નાણા ન ભરાતાં એક્શનમાં આવેલ એમ.જી.વી.સી.એલ. દ્વારા ૮ લાખની સ્થળ પર વસુલાત કરવામાં આવી હતી તેમજ ૩૩ ગ્રાહકોના વીજ વીજ મીટર તેમજ વીજ સર્વિસ વાયર કબજે લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તારીખ ૧૨.૩.૨૦૨૨ના રોજ દેવગઢ બારીઆ સબ ડિવીઝન પેટા વિભાગીય કચેરી તાબા હેઠળના તાલુકાના ગામોમાં બોર્ડરવિંગના સુરક્ષા કર્મી સાથે રાખી વીજ બીલના બાકી લેણાની વસુલાત કરવામાં આવી હતી જેમાં ૧૩૮ ગ્રાહકોના વીજ બિલના બાકી લેણાની રકમ ૮.૦૦ લાખની સ્થળ પર વસુલાત કરવામાં આવી હતી. ૦૯ ગ્રાહકોના બીજ બીલના બાકી લેણાની રકમ ૧.૦૧ લાખ સ્થળ ઉપર ભરપાઈ ના કરતાં વીજ થાંભલા પરથી વીજ પુરવઠો વીજ વાયર કાપી બંધ કરી દેવામાં આવ્યાં હતાં તેમજ ૩૩ ગ્રાહકોના વીજ બીલના બાકી લેણાની રકમ રૂા. ૧.૮૨ લાખ સ્થળ પર ભરપાઈ ન કરતાં તેઓના વીજ મીટર તેમજ વીજ સર્વિસ વાયર કબજે કરવામાં આવ્યાં હતાં. સદર કાર્યવાહી તારીખ ૩૧.૦૩.૨૦૨૨ સુધી સઘન ઝુંબેશ તરીકે ચાલુ રાખવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

