દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના વાડોદર ગામે પરણિતાની છેડછાડ કરતાં ચાર ઈસમો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.20
દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામે ચૂંટણીની અદાવત રાખી ચાર જેટલા ઈસમોએ એક પરિણીતા સાથે ઝઘડો તકરાર કરી મહિલા સાથે શારીરિક છેડછાડ કરતાં મહિલા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.
ગત તારીખ 19 મી માર્ચના રોજ દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામે નિશાળ ફળિયામાં રહેતા દિવાકર ભાઈ ચંદુભાઇ પટેલ, જશવંતભાઈ છગનભાઈ પટેલ, ગણપતભાઇ જવેરભાઈ પટેલ અને નટવરભાઈ બાબુભાઈ પટેલનાઓએ એક સંપ થઇ દેવગઢ બારીયા તાલુકામાં રહેતી ૩૧ વર્ષીય પરિણીતાના ઘરે ગયા હતા અને પરણિતાને બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, તમોએ અગાઉ ચૂંટણીમાં અમારા પક્ષે રહેલ નહીં અને અમને વોટ કેમ આપેલ નથી, તેમ કહી મહિલા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને મહિલાની સાડી ખેંચી તથા ખેંચતાણ કરી મહિલાની શારીરિક છેડછાડ કરતાં આ સંબંધે મહિલા દ્વારા પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

