દાહોદ તાલુકાના ચંદવાણા ગામનો ચકચારી બનાવ : મહિલાના ગળામાંથી અને કાનમાંથી સોનાના દાગીનાની લુંટ કરતાં ગઠીયાઓ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.23
દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક મોટરસાઈકલ પર આવેલ બે જેટલા અજાણ્યા ઈસમોએ એક મહિલાના ગળામાંથી તથા મહિલાએ કાનમાં પહેરી રાખેલ સોનાના દાગીના કિંમત રૂા. ૪૮,૦૦૦ની ચીલ ઝડપ કરી ગઠીયાઓ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા. ૨૧મી માર્ચના રોજ ચંદવાણા ગામે ગામતળ ફળિયામાં રહેતાં ભાનુબેન વિરેન્દ્રસિંહ બામણ પોતાના ખેતરમાં ઘઉં સાચવવા જતાં હતાં તે સમયે રસ્તામાં એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ બે અજાણ્યા ચોર ઈસમોએ ભાનુબેને ગળામાં પહેરી રાખેલ સોનાની ચેઈન કિંમત રૂા. ૨૬,૦૦૦ તથા કાનમાં પહેરેલ સોનાની બુટ્ટીઓ કિંમત રૂા. ૨૨,૦૦૦ એમ કુલ મળી રૂા. ૪૮,૦૦૦ના સોનાના દાગી તોડી નાસી ગયાં હતાં. ભાનુબેને કાનમાં પહેરેલે સોનાની બુટ્ટીઓ ગઠીઓએ ખેંચી તોડતાં ભાનુબેનને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને ઈજા પહોંચી હતી. સંબંધે ભાનુબેન વિરેન્દ્રસિંહ બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!