આરોગ્ય સારવાર દરમ્યાન પ્રજા નો ભગવાન ડોક્ટર છે: દંડક રમેશભાઈ કટારા : બેચરાજી ખાતે મંત્રી ઋષિકેશ પટેલ અને લુણાવાડા ખાતે થી નિમિષા સુથારે ઇ લોકાર્પણ કર્યું : ઝાલોદ ખાતે ડાયાલિસિસ વિભાગ નો ઈ લોકાર્પણ સમારોહ યોજાયો

રિપોર્ટર : ગગન સોની

ઝાલોદ તા.૦૭

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આઇ કે ડી આર સી અમદાવાદ દ્વારા સંચાલિત ૧૧ ડાયાલિસિસ વિભાગ નો ઈ લોકાર્પણ સમારોહ યોજાયો હતો. બેચરાજી ખાતે મંત્રી ઋષિકેશ પટેલ અને લુણાવાડા ખાતે મંત્રી નિમિષા બેન સુથાર એ ઇ લોકાર્પણ કર્યું હતું. તેમજ દાહોદ જિલ્લાના ઝાલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સરકાર ના દંડક રમેશભાઈ કટારા એ ડાયાલિસિસ સેન્ટર ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ઝાલોદ ભાજપ પ્રમુખ મુકેશભાઈ પરમાર, ઝાલોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનીતાબેન મછાર, ઝાલોદ શહેર પ્રમુખ દિનેશભાઈ પંચાલ,  મહામંત્રી સુરેશભાઈ ભાભોર, આરોગ્ય વિભાગ ના તબીબો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દંડક રમેશભાઈ કટારા એ જણાવ્યું હતું કે આરોગ્ય સ્ટાફે કોરોના ની કપરી પરિસ્થિતિમાં પોતાના જીવ અને પરિવાર ની ચિંતા કર્યા વિના સેવા બજાવી છે. જે કર્મચારીઓનું હું અભિવાદન કરો છું. તેમનો આભારી છું. આરોગ્ય ની સારવાર દરમ્યાન પ્રજા માટે તબીબ ભગવાન નું સ્વરૂપ છે.  જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા એ આરોગ્ય સેવાને લાગતી વિસ્તૃત માહિતી આપી હતી. ઝાલોદ આરોગ્ય કેન્દ્ર માં વિવિધ મશીનરી અને સુવિધા કેન્દો ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ લાઈવ પ્રોગ્રામ નિહાળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: