દાહોદ ખાતે આદિવાસી મહાસંમેલન”માં નાની દીકરીઓ દ્વારા સ્વાગત કથકનૃત્ય રજૂ કરાયું તેમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખની દીકરીએ ભાગ લીધો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૧
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું દાહોદની પવિત્ર ધરા પર “આદિવાસી મહાસંમેલન”માં નાની દીકરીઓ દ્વારા સ્વાગત કથકનૃત્ય રજૂ કરી ઉષ્માભર્યું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં સ્વરાંજલિ ડાન્સ એકેડેમીની કથક ની નૃત્યાંગના આર્યા પરમાર કે જે જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી શીતલકુમારી ની દીકરી છે,તે ઉપરાંત નૃત્યાંગના પ્રાંજલી, પાનેરી,મૈત્રી, હિયા, ક્રિતિકા, આનન,તિથિ, ફોરમ, ધારિણી, ને મધુસ્વરા જોષી ટીચર દ્વારા માર્ગદર્શન પ્રોત્સાહન,અને પ્રેરણા આપી સ્વાગત નૃત્ય તૈયાર કરાવી આદિવાસી મહાસંમેલન માં પ્રસ્તુત કરાવવામાં આવ્યું.