આદિવાસી મહાસંમેલન : ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ પ્રધાનમંત્રીનું આદીવાસી સંસ્કૃતિ મુજબ સ્વાગત કર્યું : પ્રધાનમંત્રીએ રમેશભાઈ કટારાની દાદીના હાલ પૂછી તેમના હાથનો રોટલો ખાધો હોવાનું જણાવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૧
દાહોદ ખાતે બુધવારે આદીવાસી મહાસંમેલન માં દેશ ના લોકલાડીલા વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ઉપસ્થિત રહ્યા હતા.જેમાં લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.21 હજાર કરોડના વિકાસ કામો દાહોદ ની પ્રજા ને અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં ગુજરાત વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારા અને ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા એ આદિવાસી સંસ્કૃતિ મુજબ દેશ ના લોકલાડીલા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી નું ચાંદી નો કંદોરો પહેરાવી ને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી એ રમેશભાઈ કટારા ને તેમની દાદી ના હાલ ચાલ પૂછ્યા હતા.અને દાદી ના હાથ ના રોટલા ખાધા છે એવું જણાવ્યુ હતું.