ઝાલોદ તાલુકાના ખેડા ગામે ટ્રેક્ટરની અડફેટે મોટરસાઈકલ પર સવાર દંપતિ પૈકી એકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડા ગામે એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક મોટરસાઈકલ પર સવાર દંપતિને અડફેટમાં લેતાં એકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત તા.૧૧મી મેના રોજ હવસીંગભાઈ તેરસીંગભાઈ સંગાડા અને તેમની સાથે તેમની પત્નિ અસનાબેન (બંન્ને રહે. હીરોલા, નિશાળ ફળિયા, તા.સંજેલી, દાહોદ) ના પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ખેડા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી હવસીંગભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં હવસીંગભાઈ અને તેમની પત્નિ અસનાબેન બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે હવસીંગભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. સંબંધે અસનાબેન હવસીંગભાઈ સંગાડાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.