દેવગઢ બારીઆ તાલુકાના આંકલી ગામનો બનાવ : પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં પોલીસમાં ફરિયાદ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના આંકલી ગામે એક પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજે આવેલ પરણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે.
આંકલી ગામે ખેડા ફળિયામાં રહેતા પરણિતા રિન્કુબેન રાકેશભાઈ સલાટના લગ્ન ત્રણેક વર્ષ અગાઉ રાકેશભાઈ સબુરભાઈ સલાટ સાથે થયાં હતાં લગ્નના થોડા સમય સુધી પતિ તથા સાસરીયઓ દ્વારા પરણિતા રિન્કુબેનને સારૂ રાખ્યાં બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને તેના પતિ રાકેશભાઈ સબુરભાઈ સલાટ તેમજ સાસરીપક્ષના કનુભાઈ કનુભાઈ બકોરભાઈ સલાટ અને સુકલીબેન સબુરભાઈ સલાટનાઓએ પરણિતા રિન્કુબેનને ગત તા.૨૬મી મેના રોજ બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારે બીજી પત્નિ લાવવાની છે, તમે બે દિવસથી ક્યાં જતા રહ્યાં હતાં, તું બરાબર કામ કરતી નથી, આજે તો આને પુરી કરી નાંખો, તેમ કહી ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પરણિતા રિન્કુબેનને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં સંબંધે પરણિતાં રિન્કુબેન દ્વારા પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.