આર.પી.એફ. પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી ગયાં : દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે બોમ્બ હોવાની માહિતી મળતાં મુસાફરોના જીવ તાળવે ચોટ્યાં : બોમ્બ હોવાની માહિતી બાદ કામગીરી મોકડ્રીલ હોવાનું જણાવાતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો

રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૦૩


દાહોદ રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ ફોર્સ (આર.પી.એફ)ને રેલવે સ્ટેશન પર બોમ્બ મુકાયો હોવાની બાતમીના આધારે તપાસ કરતા પ્લેટફોર્મ નંબર ૧ પર એક બેગ લાવરીશ અવસ્થામાં પડેલો બાતમી મળતા હોવાની માહિતી મળતા આર.પી. એફ. રેલવે પોલીસ, અન્ય એજેન્સીના અધિકારીઓ સહિત અન્ય સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જાેકે અંતે આ એક મોકડ્રિલ હોવાનું બહાર આવતા સોં કોઈએ રાહતનો શ્વાસ લીધો આજરોજ વહેલી સવારના સમયે દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર બોમ્બ મુકાયો હોવાની બાતમી આર. પી. એફ.પોલીસને મળતા આરપીએફના પીઆઇ દ્વારા ઘટના સબંધી તપાસ હાથ ધરતા પ્લેટફોર્મ નંબર એક પર એક બેગ શંકાસ્પદ હોવાનું ધ્યાને આવતા આરપીએફ દ્વારા આ બાબતની જાણ ટાઉન પોલીસ, ગુજરાત રેલવે પોલીસ, બોમ્બ સ્કવોડ, સ્ટેશન માસ્ટર, સી. એમ. આઈ. ને કરાતા રેલવે પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને રેલવે સ્ટેશન ખાતે દોડી ગયા હતા.બોમ્બ સ્ક્વોડ ડોગ સ્કોડ સહિત તમામ એજન્સી એકાએક દાહોદ રેલવે સ્ટેશન ઉપર પહોંચતા દાહોદ રેલવે સ્ટેશન ઉપર હાજર મુસાફરોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો તેમજ પોલીસની તમામ એજન્સીઓ દ્વારા શંકાસ્પદ બેગોમાં તપાસ હાથ ધરી હતી અંતે આ કામગીરી મૌકડ્રિલ હોવાનું જણાતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!