બારડોલીના સાંસદ પ્રભુ વસાવા ઝાલોદના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે : ચાકલિયા મુકામે આદિવાસી પરંપરાગત નૃત્ય સાથે તેમનું સ્વાગત કરાયું : ચાકલિયા મુકામે ભજન ડાયરામાં વાજિંત્ર વગાડી ભાગ લીધો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૪
03 - 06 - 2022 ના રોજ બારડોલીના સાંસદ પ્રભુ વસાવા ઝાલોદના રાજકીય પ્રવાસે આવ્યા હતા, પ્રભુ વસાવાનું સ્વાગત ચાકલિયા મુકામે પૂર્વ DGP બી.ડી.વાઘેલા અને દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલાના નિવાસ સ્થાને આદિવાસી પરંપારગત લોકનૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું , ચાકલિયા ખાતે ભજન કીર્તન અને ડાયરાનો પ્રોગ્રામ રાખેલ હતો, ચાકલિયા મુકામે ઝાલોદ નગરના સુંદરકાંડ મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી, આ પ્રોગ્રામમાં પ્રભુ વસાવા દ્વારા વાજિંત્ર વગાડી ભજન કીર્તનમાં સહભાગી થયા હતા ,આ પ્રોગ્રામમાં સર્વ ઉપસ્થિત લોકો ધાર્મિકતાના રંગે રંગાઈ ગયા હતા
આ પ્રોગ્રામમાં તાલુકા પંચાયત પ્રમુખ રમસુ ભાભોર,તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પરમાર, શહેર પ્રમુખ દિનેશપંચાલ,તાલુકા મહામંત્રી સુરેશ,કાળુ નીસરતા,ડુંગરી સરપંચ બંટી , થેરકા સરપંચ રાજુ, વાકોલ સરપંચ,ટીંબી સરપંચ કુબાભાઈ, ખરસાનાં સરપંચ યુવા મોર્ચા વિનેશ,સચિન લબાના,બક્ષીપંચ નાં આગેવાન ઇસુ લબાના,મહિલા મોરચા આગેવાન ચંપા ડામોર, માધુ ડામોર ,દાહોદ જિલ્લા ભાજપ સંગઠન નાં મહામંત્રી નરેન્દ્રસોની,
પ્રભારી દેવેન્દ્રસિંહ પરમાર,
બોરસદ ગ્રામ પંચાયત સરપંચ કલાબેન ,તથા અન્ય ભાજપનાં આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં