ઝાલોદ નગરમાંથી ગેરકાયદેસર પેટ્રોલીયમ પેદાશ ભરી લઈ જતી પીકઅપ ગાડી પકડાઈ : અંદાજે 3,40,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૫

ઝાલોદ નગરના ઠુંઠી કંકાસીયા ચોકડી ઉપર પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એ.પરમાર એસ.ઓ.જી શાખા દાહોદ દ્વારા ભરતસિંહ પૂજાભાઈ સોઢાબારીયા ,રહે. બદરપુર, કઠલાલ જે અમદાવાદની કંપની માંથી ગેરકાયદેસર પેટ્રોલીયમ પેદાશ જે કુશલગઢ લઈ જતો હતો તેની મુદ્દામાલ સાથે અટક કરવામાં આવી હતી
ઝાલોદ ઠુંઠીકંકાસિયા ચોકડી પર પીકઅપ ગાડી જી.જે.07-વાય.ઝેડ.-8891 કોઈ આધાર પુરાવા કે સત્તાધીશ અધિકારીનું સ્ટોરેજ લાઇસન્સ કે કોઈ એક્સપ્લોઝીવ પેટ્રોલિયમને લાગતું લાયસન્સ મેળવ્યા વગર ફાયર અને સેફ્ટીના સાધનો રાખ્યા વગર બેદરકારીથી માનવ જીંદગીને ભય ઉભો થાય તેમ ગેરકાયદેસર રીતે જ્વલનસીલ પેટ્રોલિયમ વિશિષ્ટ વાસવાળા પ્રવાહીનો જથ્થો ભરી હેરાફેરી કરતા અંદાજે 3,40,000ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: