ઝાલોદ તાલુકાના રાજકીય પ્રવાસે આવેલ પ્રભુ વસાવા દ્વારા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું : ભાજપના દરેક કાર્યકરો એકજૂટ થઇ પાર્ટીના હીતમા કાયઁ કરેતે અંગે માર્ગ દર્શન પૂરું પડાયુ
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૫
પ્રભુ વસાવાના પહેલા દિવસે દર્શન હોટલ ખાતે ભાજપા અને ત્યાંના અગ્રણીઓ સાથે બેઠક અને મુલાકાત કરી ,ત્યાર બાદ ચાકલિયા ખાતે બી.ડી.વાઘેલા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલાના નિવાસ સ્થાને ભજન કીર્તન અને ડાયરામાં ભાગ લીધો
પ્રભુ વસાવાના રાજકીય વિસ્તાર પ્રવાસના બીજી દિવસે ચાકલિયા ગામમાં આવેલ ઘૂઘર મહાદેવ મંદિર, ચાકલીયા મુકામે અનાસ નદી ખાતે બની રહેલ બ્રીજની મુલાકાત લીધી, કંબોઇ ધામની મુલાકાત કરી પાર્ટીના કાર્યકર્તાઓની મીટીંગ કરી માર્ગ દર્શન આપ્યું ,થાળા લીમડી મુકામે મહિલા મોરચાની બેઠક, છાસિયા મુકામે અનાસ નદી પર નિર્માણ થતાં ચેકડેમની મુલાકાત, મઘાનીસર ખાતે પશુ પાલકો અને ખેડૂતો સાથે સંવાદ કર્યો, રણીયાર ઇનામી ખાતે કિસાન મોરચા સાથે બેઠક, લીમડી મુકામે મહાદેવ મંદિર દર્શન,રૂપાખેડા મુકામે રાત્રિ ભોજન કરી મહેશભાઈ ભૂરિયાના નિવાસ સ્થાને રોકાણ કર્યું
પ્રભુ વસાવાના રાજકીય પ્રવાસના ત્રીજા દિવસે રળિયાતી ગુજ્જર ખાતે ગ્રામ પંચાયતની મુલાકાત ત્યાર બાદ ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી આરતીમાં ભાગ લીધો, ત્યારબાદ વાલ્મીકિવાસ જઈ આવાસ યોજનાના લાભાર્થીઓની મુલાકાત લીધી, ત્યારબાદ ભાજપ અને સંઘ પરિવારના સીનીયર આગેવાનોની મુલાકાત લીધી અને ભગવાનદાસ પંચાલ સાથે મુલાકાત કરી તેમના ભાજપ પ્રત્યે સમર્પણને લઈ પ્રભુ વસાવા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું ,ત્યારબાદ જૂની મિત્રતા ના નાતે બાલાજી મેડિકોસના માલિક બનવારીલાલ અગ્રવાલ અને કમલેશ અગ્રવાલ સાથે ટૂંકી મુલાકાત લીધી, ત્યારબાદ નગરપાલિકા ખાતે સંગઠન અને ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક કરી, ત્યાર બાદ ઢાઢીયા ખાતે ઉજ્વલા યોજના આવાસના લાભાર્થીની મુલાકાત લીધી, ત્યાર બાદ ઝાલોદ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ અનિતાબેન મછારના ત્યાં મુલાકાત લઈ ભોજન લઈ પ્રવાસ પુરો કર્યો હતો
બારડોલીના સાંસદ પ્રભુ વસાવા ના ત્રણ દિવસના પ્રોગ્રામ દરમિયાન તેમણે ગ્રામજનો, સરપંચો, તાલુકા પંચાયત સભ્યો, નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરી પાર્ટીના સંગઠનના વિસ્તાર માટે ચર્ચા કરી, અલગ અલગ વિસ્તારોની મુલાકાત દરમિયાન ત્યાંની સમસ્યાઓ સાંભળીતે દૂર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું અને જ્યારે પણ જરૂર હોય ત્યારે પાર્ટીના સંગઠનને લઈ તેઓ સદા તૈયાર છે તેમ કહ્યું હતું

