બાળકોથી લઈ વયોવૃધ્ધ લોકો મોટી સંખ્યામાં જાેડાયાં : દાહોદ સ્માર્ટ સીટી અને હોલી જાેલી ગૃપ દ્વારા હેપ્પી સ્ટ્રીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૬
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ વિસ્તારના વિશ્રામગૃહ રોડ ઉપર આજે તા.૦૫.૦૬.૨૦૨૨ને રવિવારના રોજ દાહોદ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. અને હોલી જાેલી ગૃપ દ્વારા હેપ્પી સ્ટ્રીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. કોરોના મહામારીના કારણે બે વર્ષ પછી આ રીતે હોલી જાેલી ગૃપ દ્વારા દાહોદ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.ના સહયોગથી આજે હેપ્પી સ્ટ્રીટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં નાના ભુલકાથી માંડીને વયોવૃધ્ધ સુધી તમામ લોકોએ ખુબ જ આનંદ અને ઉલ્લાસમાં પોતાના નાનપણના દિવસો યાદ કરીને કોઈ શુન્ય ચોકડી, તો કોઈ સાંપ સીડી, રેલી, દોરડા કુદ, રસ્સા ખેંચ, સાત સતોડીયું જેવી રમતો રમી હતી. તો ઘણા લોકોએ યોગ પણ કર્યા હતા. અને તેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્કાર એડવેન્ચર દ્વારા દોરડા ચડવુ અને ઝુંબા ડાન્સએ સોૈ માટે આનંદનું સાધન બન્યું હતુ, વધુમાં કરાટે એ પણ બાળ બાલિકાઓમાં અને મહિલાઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતુ.
આ હેપ્પી સ્ટ્રીટ મા રાહુલ હોન્ડાના માલિક રાહુલભાઈ તલાટી દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે લોકોને ફુલ છોડનું મફત વિતરણ પણ કરવામાં આવ્યું હતુ. અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, દાહોદના બાળ મંડળના બાળકો દ્વારા વ્યસનમુક્તિ માટે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ હેપ્પી સ્ટ્રીટ ના ભવ્ય કાર્યક્રમમા દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, તથા નગરપાલિકાના કાઉન્સિલરો તથા અન્ય અગ્રણીઓ બાળકો, મહિલાઓ, પુરૂષો અને ઉંમર લાયક વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તથા દાહોદ ટાઉન પીઆઈ વસંત પટેલ દ્વારા ટ્રાફિક ન થાય માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.