લીમખેડા ના ધાનપુર દુ ગામે મોટરસાયકલને અડફેટે 14 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધાનપુર દુ ગામે એક મોટરસાઈકલના ચાલકે એક ૧૪ વર્ષિય બાળકને અડફેટમાં લેતાં બાળકને શરીરે ગંભીર ઈજાઓને પગલે બાળકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૨મી જાન્યુઆરીના રોજ લીમખેડાના ધાનપુર (દુ) ગામે ડાંગી ફળિયામાં રહેતાં ૧૪ વર્ષિય ક્રિષ્ણાભાઈ દિનેશબાઈ ડાંગી ધાનપુર દુ ગામે નવીન બનતા કોરીડોર હાઈવે રોડ પરથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ૧૪ વર્ષિય ક્રિષ્ણાભાઈને અડફેટમાં લેતાં ક્રિષ્ણાભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ક્રિષ્ણાભાઈનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ સંબંધે મુકેશભાઈ દિતીયાભાઈ ડાંગીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

One thought on “લીમખેડા ના ધાનપુર દુ ગામે મોટરસાયકલને અડફેટે 14 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું

  • February 25, 2026 at 3:57 pm
    Permalink

    Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!