મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર નગરનો યુવાનના પરિવારમાં માતમ છવાયો : દાહોદના ગલાલીયાવાડ રેલ્વે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનની અડફેટેમાં યુવાન આવતાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ નદી તરફ જતાં રેલ્વે લાઈન પર મધ્યપ્રદેશના એક યુવાનને કોઈ રેલ્વે ટ્રેઈનને ટક્કર વાગતાં ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયાં બાદ તેમનું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ગત તા.૧૮મી જુનના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના રાણાપુર નગરમાં મહાત્મા ગાંધી માર્ગ ખાતે રહેતાં ૨૬ વર્ષીય હિંમતસિંહ રમેશસિંહ ઠાકોર દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતેથી પસાર થતી રેલ્વે લાઈન તરફ કોઈ ટ્રેનની અડફેટે હિંમતસિંહ આવી જતાં તેઓને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક દાહોદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન હિંમતસિંહનું મોત નીપજતાં પરિવારમાં કરૂણાંતિકાં છવાઈ ગઈ હતી. સંબંધે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકામાં રાણાપુર નગરમાં મહાત્મા ગાંધી માર્ગ ખાતે રહેતાં નવીનસિંહ રમેશસિંહ ઠાકોર દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

