ઝાલોદ તાલુકાના લીમડી ગામે હોન્ડા શો રૂમ નજીક રોડ પર ફોરવ્હીલ ગાડી અને બાઈક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક ચાલક સહિત બે ને ઈજા

રિપોર્ટર : ગગન સોની

દાહોદ, તા.ર૩
ઝાલોદ તાલુકાના લીમડી ગામે હોન્ડા શો રૂમની નજીક ફોરવ્હીલ ગાડી અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે જણાને ગંભીર ઈજાઓ થતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાનુ જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર એક ફોરવ્હીલ ગાડીનો ચાલક તેના કબ્જાની જીજે ૩૪બીપ૧પ૩ નંબરની કેયુવી ફોરવ્હીલ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી લીમડી નજીક હોન્ડા શો રૂમની નજીક રોડ પર લીમડીના દીલીપભાઈ દેવડાની જીજે ૦૧ એન એ ૪૧૧૭ નંબરની મોટર સાયકલને જાેશભેર ટક્કર મારી પોતાની ગાડી સથળ પર મુકી નાસી જતા મોટર સાયકલ પર બેઠેલ દીલીપભાઈ રમણભાઈ દેવડાને શરીરે ઈજાઓ થવા પામી હતી તેમજ મોટર સાયકલ પરપાછળ બેઠેલ માણસને કમ્મરના ભાગે તેમજ શરીરે ઓછીવત્તી ઈજાઓ થવા પામી હતી.
આ સંબંધે લીમડી ડબગરવાસમા રહેતા અને ઓટોગેરેજનો ધંધો કરતા રામલાલ કાલીદાસ ચોૈહાણે નોંધાવેલ ફરીયાદને આધારે લીમડી પોલીસે ફોરવ્હીલ વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છેે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: