ઝાલોદ નગરમાં જગન્નાથજી ભગવાનની નીકળનાર શોભાયાત્રાની ચાલતી તડામાર તૈયારી : વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,તેમજ રથયાત્રા સમિતિ તમામના લોકો રથયાત્રાની તૈયારીમાં વ્યસ્ત

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૯

ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથની પાંચમી શોભાયાત્રા 01/07/2022 શુક્રવાર અષાઢી બીજના દિવસે નીકળનાર છે તે માટે ખુબજ ધામધૂમ પૂર્વક તૈયારીઓ ચાલી રહી છે, દરેક ભક્તોમાં રથયાત્રાને લઈ અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે ,રથયાત્રા હવે હિન્દુ ધર્મ માટે એક ઉત્સવ બની ગયેલ છે તેથી લોકોત્સવ તરીકે પણ રથયાત્રાના ને જોવાય છે, રથયાત્રા હવે પૂરાં ભારત વર્ષમા ઉત્સાહ અને ગૌરવપૂર્ણ તરીકે ઉજવાય છે હવે રથયાત્રાનો ઉત્સવ ઓડીસાનો ન રહી સમગ્ર ભારતનો ઉત્સવનો તહેવાર બની ગયેલ છે
ઝાલોદ નગરમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળનાર છે તે માટે ત્રણ રથ તૈયાર કરવામાં આવેલ છે તેમાં ભગવાન કૃષ્ણ, મોટા ભાઈ બલરામ, બહેન શુભદ્રાજી બિરાજમાન કરવામાં આવનાર છે ,ત્રણે રથોને ભવ્ય રીતે સજાવવામાં આવી રહ્યા છે, છેલ્લા કેટલાય દિવસોથી નગરના ભાવિક ભક્તો રથયાત્રાની તૈયારીમાં જોડાઈ ગયેલ છે, બાળકો, વૃધ્ધો, નવયુવાનો, બહેનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રથયાત્રા સમિતિ તેમજ જાણ્યા અજાણ્યા દરેક ભક્તો રથયાત્રાની તડામાર તૈયારીમા લાગી ગયેલ જોવા મળેલ છે, કોરોના ને લીધે છેલ્લા બે વર્ષથી રથયાત્રા સીમિત સંખ્યામાં કાઢવામાં આવેલ હતી તેથી બે વર્ષ પછી ભક્તો રથયાત્રાનું સ્વાગત કરવા ખુબજ આતુર જોવાઈ રહ્યા છે તેથી રથયાત્રાને લઈ દરેક ભક્તોમાં ઉત્સાહ અલગજ જોવાઈ રહ્યો છે
આ વખતે રથયાત્રામાં અખાડા, ઉજ્જૈનથી સ્પેશિયલ ભોલેનાથના ડમરુના કલાકારો,ભોલે સવારી આખી શોભાયાત્રા દરમ્યાન વિવિધ ભક્તિમય ઝાંખીઓ વાજતે ગાજતે નગરમાં નીકળનાર છે, મહિલા મંડળ તેમજ ભાવિક ભક્તો દ્વારા રોજ રણછોડરાયજી મંદિરે ભજન કીર્તન થઈ રહ્યા છે, રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રામાં થતી દરેક ધાર્મિક વિધિ ધ્યાનમાં રાખી કામગીરી કરાઈ રહી છે, નગરના દરેક ધાર્મિક વર્ગમા રથયાત્રા માટે અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: