ઝાલોદ મુવાડા ભોજા તળાવને ૧ કરોડો રૂપિયાને ખર્ચે રીનોવેશન કરવામાં આવશે : ગાંધીનગરની ટીમ દ્વારા અમૃત ૨.૦ યોજના હેઠળ તળાવનો સર્વે હાથ ધરાયો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૩
ભાજપના મહામંત્રી અનુપ પટેલ દ્વારા તળાવને રિનોવેટ કરવા માટે રજુઆત કરાઈ હતી
ઝાલોદ નગરના મુવાડા ખાતે આવેલા ભોજા તળાવની રૂપિયા ૧ કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવશે.સ્થાનિક અગ્રણી અને ઝાલોદ શહેર ભાજપના મહામંત્રી અનુપ પટેલ દ્વારા સરકારમાં તળાવ સંદર્ભે રજૂઆતો કરી હતી.જેના લઇને ગુજરાત સરકારની અમૃત ૨.૦ યોજના હેઠળ ૧ કરોડો રૂપિયા મંજુર કરીને તળાવના કામની ફાળવણી કરવામાં આવી છે.ગાંધીનગરથી ખાતેથી જીયુંડીએમના અને પાલિકાના અધિકારીઓની ટીમ દ્વારા ભોજા તળાવના કામની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તળાવની ચારે ફરતે આકર્ષક રેલિંગ બનાવાશે તેમજ ફૂટપાથનું કામ ,એલઈડી લાઈટ અને કપડાં ધોવા માટે બે ઘાટ પણ બનાવવામાં આવનાર છે. મુવાડા વિસ્તારના એકમાત્ર વર્ષો જુના ભોજા તળાવને ઇતિહાસમાં પહેલીવાર ૧ કરોડો રૂપિયાં ખર્ચે આધુનિક કરાશે.અને આ તળાવના તમામ કામમાં ભ્રષ્ટાચાર ન થાય અને કામ મજબૂત થાય તે હેતુથી સ્થાનિક લોકો દ્વારા કામની દેખરેખ માટે એક ખાસ સમિતિ રચના કરી છે.જેમાં પાંચ પાટીદાર સમાજના અને પાંચ આદિવાસી સમાજના લોકોનો સમાવશે કર્યો છે.સર્વેની કામગીરીમાં નિવૃત ઈજનેર જગદીશ પટેલ,ભાજપ મહામંત્રી અનુપ પટેલ,કિશાન મોરચાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ,પાલિકા ઈજનેર કિશોરભાઈ તથા હારુન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.