લીમખેડા તાલુકાના જુનાવાડિયામાં માર્ગ અકસ્માતની ઘટનાનું પુનરાવર્તન : બે એસટી બસો વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૬ મુસાફરો ઈજાગ્રસ્ત

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૯
લીમખેડા તાલુકાના જુના વાડિયા ગામે ગઈકાલે એક ટ્રક તેમજ એસટી બસ વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસના ચાલક સહિત ૨૦ થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા તે બનાવની સહી હજુ સુખાઈ નથી ત્યારે આજે પુનઃ એ જ જગ્યા ઉપર બે એસટી બસો સામ સામે અથડાતા બસમાં મુસાફરી કરી રહેલા છ થી વધુ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે આ બનાવ બાદ તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા ના રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં છે
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપ ના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે ઝાલોદ થી લીમખેડા જતા હાઇવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતો ની વણથંબી વણઝાર જાેવા મળી રહી છે જેમાં લીમખેડા તાલુકામાં જુના વાડિયા ગામે ગઈકાલે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ૨૦ થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા તે તમામ ઇજાગ્રસ્તોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા હતા ત્યારે આજે બીજા દિવસે તે જ જગ્યા ઉપર જુના વાડિયા ગામે બીજાે બનાવ એસટી વિભાગની બે બસો વચ્ચે સર્જાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે જેમાં સુરતથી ઝાલોદ આવતી ય્ત્ન૧૮ ઢ ૧૭૯૦ નંબરની એસટી બસ તેના નિયત સમય મુજબ ઝાલોદ આવવા માટે જઈ રહી હતી ત્યારે લીમખેડા તાલુકાના જુનાવાડીયા નજીક સામેથી આવતી ઝાલોદ ભટાર (સુરત ) જતી એસટી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બન્ને બસો સામસામે અથડાઈ હતી જેના પગલે બસમાં બેસેલા ૬ જેટલાં મુસાફરોને ઈજાઓ પહોંચી હતી જેમાં ત્રણ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જયારે ત્રણ ઈજાગ્રસ્ત મુસાફરોને ૧૦૮ મારફતે લીંમખેડાના રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાં બે લોકોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લવાયા હતા જયારે એક ઈજગ્રસ્તને લીંમખેડાના રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રખાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: