ગૌરીવ્રત શુરુ થતાં ફ્રુટ, ફરાળી વસ્તુઓ, ડ્રાઇફ્રૂટના ભાવમાં વધારો : ગૌરીવ્રત શુરુ થતાં કૂવારીકાઓમાં અતિશય ઉત્સાહ જોવા મળી રહેલ છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૧
ગૌરીવ્રતનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ઝાલોદ નગરમાં કૂવારીકાઓ અતિશય ઉત્સાહમાં જોવાઈ રહેલ છે, આજથી કૂવારી કન્યાઓ ગોરમાની પૂજન અર્ચન કરી વ્રત ચાલુ કરેલ છે આ વ્રત ચાલુ થતાં કૂવારી કન્યાના માતા પિતા દ્વારા બજારોમાં ડ્રાઇફ્રૂટ, ફ્રૂટ તેમજ ફરાળી સહિતની વસ્તુઓ લેવા બજારમાં ઉમટતા જોવા મળેલ છે. ગૌરીવ્રતના ટાણે જ સૂકા મેવા સહિતની વસ્તુઓમા 10 થી 15 ટકાનો વધારો જોવા મળી રહેલ છે.સૂકા મેવામાં જેવાકે કાજુ, બદામ, દ્રાક્ષ ખારેક, ખોપરું રેવડી, અખરોટ જેવી દરેક વસ્તુમાં ભાવ વધારો જોવા મળી રહેલ છે તે ઉપરાંત ફ્રુટ તેમજ ફરાળી વાનગીઓના પણ ભાવ વધારો જોવા મળી રહેલ છે તેથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાતુ હોય તેમ લાગી રહેલ છે

