ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા કાળીગામ ગુર્જર ગામે ગામડું બેઠક યોજાઈ : આમ આદમી પાર્ટીના દિલ્હી મોડેલને રજૂ કરી વિકાસ અંગે માહિતી અપાઈ
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૧
આજરોજ ઝાલોદ તાલુકાના કાલિગામ ગુર્જર ગામે આમ આદમી પાર્ટી "ગામડા બેઠક "નું આયોજન સક્રિય કાર્યકર્તા રાહુલભાઈ અને અજીતભાઈ પારગી ની આગેવાની હેઠળ કરવામાં આવેલ હતું. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લી મોડલ મૂકી વિકાસ અંગે માહિતગાર કરવામાં આવ્યા અને ગુજરાતમાં પણ આવો વિકાસ થાય તે માટે આમ આદમી પાર્ટી સાથે જોડાવવા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં દાહોદ જિલ્લાના ઉપ્રમુખની ઉપસ્થિતમાં કાલિગામ ગુર્જરના વોર્ડ સભ્ય બાબુભાઇ ભાભોર આમ આદમી પાર્ટી માં તેમના સમર્થક સાથે જોડાયા હતા તેમજ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અનિલભાઈ ગરાસિયા પણ હાજર રહી લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતું

