ઝાલોદ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા માથે ચાંદલો કરી સ્વયંસેવકનું સ્વાગત કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૬
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 27 સેપ્ટેમ્બર 1925 ના દિવસે કેશવ બલીરામ હેગડેવાર દ્વારા કરવામાં આવી હતી. તે વોલંટિયર કારી કરતું એક સંગઠન છે.
ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક વ્યક્તિને ગુરુ હોય એ આવશ્યક છે ,ગુરુ એટલે જે શ્રેષ્ઠ હોય તેની પૂજા કરવી, ગુરુમાં જ સર્વ દેવોના દર્શન થાય જેથી ગુરુના ચરણમાં સમર્પણની ભાવના રાખવામાં આવે છે, સામાન્ય વ્યક્તિ ગુરુ રાખે છે તો પોતાના પરિવારનું કલ્યાણ થાય તે હેતુથી ગુરુ રાખે છે, સામાન્ય વ્યક્તિ માટે ગુરુ એ કોઈ મોટા સંત, સત્પુરુષ,કોઈ મોટા વિદ્વાન ને બનાવે છે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુ રાષ્ટ્રના અવિભાજ્ય ઘટક તરીકે, રાષ્ટ્રના અવિભાજ્ય ઘટક તરીકે તે રાષ્ટ્રના સંરક્ષણ અને સંવઘઁનનુ સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે ગુરુ પૂજન કરે છે. સંઘ સ્વયંસેવક દ્વારા લેવાતી પ્રતિજ્ઞાના શબ્દો પણ આજ ભાવ સ્પષ્ટ કરે છે કે હિન્દુ ધર્મની સંસ્કૃતિ, હિન્દુ ધર્મ કોઈ પણ નાત જાત વગર સર્વોપારી છે. સંઘ દ્વારા પોતાના ગુરુ ડૉ હેડગેવારને અથવા કોઈ પણ મહાપુરુષને ગુરૂ બનાવવાને બદલે ભગવા ધ્વજને ગુરુ બનાવવામાં આવ્યા,ડૉ હેડગેવારની ઇચ્છા હતી કે કોઈ પણ સ્વયંસેવક વ્યક્તિ પૂજક ન બને અને કોઈ સંસ્થા કે વ્યક્તિ સુધીતે મર્યાદિત ન બને તે હેતુથી ભગવા ધ્વજને ગુરૂ બનાવવામાં આવ્યો હતો.
સંઘના દ્રષ્ટિકોણ મુજબ ભગવા નીચે બધાં એક સમાન કોઈ નાનો નહીં અને કોઈ મોટો નહીં દેશ હિતના કાર્ય કરવાં માટે, સમગ્ર હિન્દુ સમાજના રક્ષણ હેતું તન મન ધન થી સમર્પણની ભાવના રાખનાર તેમજ સમગ્ર હિન્દુ સમાજની ઉન્નતિ કરવા માટે સ્વયંસેવક સતત કાર્યશીલ રહે છે. સંઘનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે દેશ અને રાષ્ટ્ર પ્રથમ આમ રાષ્ટ્રીય સ્વયંસેવક હિન્દુસ્તાનમાં હિન્દુત્વ જગાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
ઝાલોદ નગરમાં આજરોજ 15-07-2022ના રોજ રાત્રે 8:30 વાગે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી,આવેલ દરેક સ્વયંસેવકોનુ સ્વાગત માથે તિલક લગાવી કરવામાં આવી હતી ત્યાર બાદ સ્વયંસેવકો દ્વારા શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધ્વજની પૂજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પ્રાર્થના કરી ગુરૂ પુજનનું મહત્વ સમજાવવામાં આવ્યા બાદ સ્વયંસેવકો છૂટા થયાં હતાં.