દાહોદ શહેરના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે એકને કાતરના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડતાં પંથકમાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ શહેરમાં આવેલમ મોટા ઘાંચીવાડા વિસ્તારમાં નિકાલમાં આપેલ પૈસાની અદાવત રાખ એક ઈસમે એક વ્યક્તિને કાતર વડે હુમલો કરી હાથના ભાગે તેમજ માથાના ભાગે કાતરના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતાં લોહીલુહાણ હાલતમાં વ્યક્તિને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હોવાનું જ્યારે હુમલો કરી ઈસમ નાસી ગયો હોવાનું જાણવ મળે છે. ગત તા.૧૯મી જુલાઈના રોજ દાહોદ તાલુકાના રાબડાળ ગામે રહેતો કિરણભાઈ સેવાભાઈ ગોહીલ પોતાની સાથે હાથમાં કાતર લઈ દાહોદ શહેરમાં મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતાં લાલુભાઈ પરથીભાઈ રાઠોડના ઘરે આવ્યો હતો અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, ગઈકાલ તારીખ ૧૮.૦૭.૨૦૨૨ના રોજ તારા છોકરા સાથે ઝઘડો તકરાર થયેલ જેમાં પંચ રાહે સમાધાન થયેલ જેમાં મારા પિતાજીને તારા છોકરાને પૈસા આપેલ, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની સાથે લાવેલ કાતરના ઘા લાલુભાઈને હાથના ભાગે અને માથાના ભાગે મારી લોહીલુહાણ કરી નાંખતાં વિસ્તારમાં આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. હુમલો કરી કિરણભાઈ નાસી ગયો હતો જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત લાલુભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે ઈજાગ્રસ્ત કિરણભાઈ પરથીભાઈ રાઠોડે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.