મહત્વાંકાક્ષી જિલ્લા તરીકે થઇ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે સયુક્ત સચીવ શ્રી ભવાની પ્રસાદે દાહોદની મુલાકાત લીધી
દાહોદ તા.૨૧
ભારત સરકારના કોલ મિનિસ્ટ્રિના સયુક્ત સચિવ શ્રી ભવાની પ્રસાદ પતીએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. શ્રી ભવાની પ્રસાદ દાહોદમાં મહત્વાંકાક્ષી જિલ્લા અંતર્ગત થઇ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે પધાર્યા હતા. તેઓ દાહોદમાં યોજાયેલા પશુઓના સઘન રસીકરણ કેમ્પ તેમજ કૃત્રિમ બીજદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા તેમજ લાભાર્થી નાગરિકોને સહાયનું વિતરણ કર્યું હતું. દાહોદનાં નગરાળા ગામમાં પશુપાલન વિભાગ દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું હતું. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ મહત્વાંકાક્ષી જિલ્લા અંતર્ગત થઇ રહેલી વિવિધ કામગીરીનો ચિતાર આપ્યો હતો. શ્રી ભવાની પ્રસાદે જિલ્લામાં થઇ રહેલી કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અધિકારીશ્રીઓનું માર્ગદર્શન કર્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, નાયબ પશુપાલન નિયામક ડો. કમલેસ ગોસાઇ સહિતના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.