ઝાલોદ તાલુકાના કંબોઇઘામ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી મીટિંગ યોજવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૬
આજરોજ તા.૨૬/૦૭/૨૦૨૨ ના મંગળવારના રોજ ઝાલોદ તાલુકામાં આવેલ લીમડી નજીક ગુરુ ગોવિંદધામ કંબોઇ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્ત્રુત કારોબારી સભા મળેલ હતી. જે સભામાં AICCના સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસના મધ્ય ઝોન ના પ્રભારી ઉષાજી નાયડુ તેમજ રાજસ્થાન સરકાર ના કેબિનેટ મંત્રી મહેન્દ્રસિંહજી માલવિયા, વિગ્નાત્રીબેન પટેલ,દાહોદ જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ પટેલ,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હષઁદભાઇ નિનામા,માજી સાંસદ પ્રભાબેન,દાહોદ ધારાસભ્ય વજેસિંગભાઇ પણદા,ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા,દાહોદ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા કિરિટભાઇ પટેલ, ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી ,ઝાલોદ માજી ધારાસભ્ય મિતેશભાઇ ગરાસિયા,યુથ પ્રમુખ સંજયભાઇ નિનામા,જિલ્લા મહામંત્રી અમરસિંહ માવી, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા ઇશ્રવરભાઇ પરમાર, જિલ્લા એસ.ટિ.સેલ પ્રમુખ મુકેશભાઇ ડામોર,જિલ્લા સેવાદળ પ્રમુખ કલપેશભાઇ વસૈયા,ઝાલોદ શહેર પ્રમુખ મુકેશ વસૈયા,લીમડી શહેર પ્રમુખ ટિકુ પરમાર ,જિલ્લા મહિલા પ્રમુખ રુપાલીબેન પરમાર ,દાહોદ પ્રમુખ હરિશભાઇ નાયક,સહિત દાહોદ જિલ્લાના તમામ તાલુકા પ્રમુખો/તેમજ જિલ્લા પંચાયત સભ્યો/તમામ તાલુકા પંચાયત સભ્યો/ તમામ સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો/દાહોદ જિલ્લા પંચાયતના તમામ જિલ્લા /તાલુકા પંચાયતના સંયોજકો.સહ સંયોજકો.કન્વિનરો.સહ કન્વિનરો આગેવાન કાર્યકર્તાઓ સરપંચો સહિત અનેક કાર્યકર ભાઇ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.અને આવનાર વિધાનસભાની ચુંટણી ઓ અને તા.૧૦ ના રોજ થી તા.૧૪ સુધી દાહોદ જિલ્લાના ગામે ગામ ગુજરાત કોંગ્રેસનો પરિવર્ત રથયાત્રા બાબતે અને સંગઠન બાબતે ચર્ચાના અંતે દાહોદ જિલ્લાની છ માંથી છ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો લહેરાવવા હાકલ કરવા માં આવી.જેમાં ઝાલોદ પ્રમુખ મુકેશભાઇ ડાંગીએ તમામ મહેમાનો અને કાર્યકર્તાઓનુ શબ્દોથી સ્વાગત કરેલ હતુ અને જિલ્લા પ્રમુખ હષઁદભાઇ નિનામા એ તમામ કાર્યક્રમની રુપ રેખા રજુ કરવા સાથે કાર્યકર્તાઓને દાહોદ જિલ્લાના તમામ ઘરે ઘરે લોકોની વચ્ચે જઇ લોકોની વેદના જાણી લોકોની વ્હારે જઇ તમામ લોકોને ન્યાય મળે તેમ કરવા હાકલ કરી હતી. અને ઉષા નાયડુજી અને મહેન્દ્રસિંહ માલવિયાએ તેમની આગવી શૈલીમાં ભાજપ અને કોંગ્રેસની સરકારનો પુરો ચિતાર આપી આ ભ્રષ્ટાચારિ સરકારને તિલાંજલી આપવા જણાવ્યું હતુ.તેવિ જ રિતે ધારાસભ્ય વજેસિંહભાઇ પણદા અને ચંદ્રિકાબેન બારિયા એ લોકોને મીટીંગો ન કરી ઘરે ઘરે જઇ મુલાકાત કરી તેઓની આપવિતી જાણી ભાજપ સરકારની નિતીથી વાકેફ કરવા જણાવ્યું હતુ અને સભાની અંતે યુથ પ્રમુખ સંજય નિનામા એ સૌ નો આભાર વ્યકત કરી આભાર વિધી કરી હતી.

