સંજેલી તાલુકાના વિવિધ ગામોમાં દીપડાએ બે દિવસમાં 4 બકરાનું મારણ કરતા લોકોમાં ફફડાટ : નેનકી, કકરેલી, મોલીના જંગલ નજીક દીપડાએ બકરાંનું મારણ કરતાં લોકોમાં ફફડાટ

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૮

થોડા દિવસ પહેલાં 3 બકરા મારી નાંખ્યા બાદ ફરી હુમલા શરૂ થતાં ભય ફેલાયો

સંજેલી તાલુકાના નેનકી, કકરેલી અને મોલી ગામમાં દીપડાએ બે દિવસમાં ચાર બકરાનું મારણ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. થોડા દિવસ પહેલાં ઇટાડીના જંગલોમાં ત્રણ બકરા મારી નાખ્યા બાદ ફરી હુમલા શરૂ થતાં ડુંગર વિસ્તારના ગામોમાં રહેતાં લોકોમાં ભારે ડર.

સંજેલી તાલુકો જંગલ વિસ્તાર ધરાવતો તાલુકો છે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો ડુંગરાળ અને જંગલ વિસ્તારની નજીક વસવાટ કરતા હોય છે . છેલ્લા કેટલાક દિવસથી દીપડાએ આતંક મચાવ્યો હતો. જંગલ નજીક આવેલા ઘરોમાં નજીક બાંધેલા બકરાઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. થોડા દિવસ અગાઉ ઇટાડીમાં ત્રણ જેટલા બકરાઓનું મારણ કર્યું હતું . ત્યાર બાદ છેલ્લા બે દિવસમાં નેનકીમાં એક, કકરેલીમાં બે તેમજ મોલી ગામમાં ડુંગર નજીક રહેતા રમેશભાઈ ચુનીયાભાઇના નજીક ઘર ફળિયામાં બાંધેલા બકરાઓ ઉપર રાત્રે ત્રાટકી દીપડાએ સિકાર કર્યો હતો .

○વન વિભાગની ટીમને જાણ કરતા સ્થળ પર જઈ અને બકરાનું મારણ કર્યું હોવાની પંચક્યાસ કરી અને બકરા માલિકને સહાય માટેનીતજવીજ હાથ ધરી હતી. એસ.એસ.માલીવાડ, RFO સંજેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: