દાહોદ જિલ્લાના ઝાલોદ નજીક મુસાફરો ભરેલી બે બસો સામસામે અથડાઈ : બસમાં મુસાફરી કરી રહેલા ૧૭થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત : રાજકોટથી દાહોદ તરફ આવતી ખાનગી બસ તેમજ સતરાપુર જતી એસટી બસ વચ્ચે અકસ્માત : માર્ગ અકસ્માતના બનાવમાં ખાનગી તેમજ એસટી બસના ચાલક ઈજાગ્રસ્ત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૧
ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા : સ્થાનિક પોલીસ તેમજ આસપાસના ભેગા થયેલા લોકોએ રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સંતરામપુર રોડ પર એક ખાનગી લક્ઝરી બસ તેમજ એસ.ટી બસ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં ૧૭ થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળેલ છે. આ માર્ગ અકસ્માતના બનાવમાં ઇજા થયેલા મુસાફરોને ૧૦૮ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી મળી
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે હાઈવે પર સંતરામપુર રૂટની એસટી બસ તેમજ રાજકોટ થી પિટોલ તરફ જતી ખાનગી લક્ઝરી બસ સામ – સામે જોશભેર અથડાતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ખાનગી બસ અને એસટી બસમાં મુસાફરી કરી રહેલા ૧૭ થી વધુ મુસાફરો તેમજ બન્ને બસોના ચાલકોને શરીરે ઈજાઓ થવા પામી હતી. વહેલી સવારે બંને બસો જોસભેર અથડાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. મુસાફરોની ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યું હતું જોકે આ માર્ગ અકસ્માતના બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ બનવા પામી નાં હતી. જોકે માર્ગ અકસ્માત બાદ ભેગા થયેલા સ્થાનિકોએ ઘટનાની જાણ 108 emergency એમ્બ્યુલન્સને કરી રાહત અને બચાવ નાં પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને 108 મારફતે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા.