ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા હરિયાળી તીજનાં અવસરે મિલન ગોષ્ટીનું આયોજન કરવામાં આવ્યું : અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે હરિયાળી ત્રીજના અવસરે આયોજન કરવામાં આવે છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૧
અગ્રવાલ સમાજ ઝાલોદ દ્વારા આવા સ્નેહ મિલનનાં વર્ષમાં ત્રણ પોગ્રામ થાય છે
ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા ઝાલોદથી પચાસ કિલોમીટર દૂર કડાણાડેમની પાસે નદીનાથ મહાદેવ ખાતે હરિયાળી ત્રીજના શુભ પ્રસંગે સામાજિક મિલન ગોષ્ટિનું આયોજન કરવામાં આવ્યું હતું,આ મિલન ગોષ્ટિમાં અગ્રવાલ સમાજના દરેક લોકો પરિવાર સાથે આવેલ હતા,ઝાલોદ નગરથી સમાજ દ્વારા પણ વાહનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી તેથી આ મિલન ગોષ્ટિમાં સમાજના ૨૫૦ જેટલા લોકો નદીનાથ મહાદેવ ગયા હતા.
કુદરતના સૌંદર્યની વચ્ચે, પહાડની ટોચ પર કડાણા ડેમની પાસે આવેલ નદીનાથ મહાદેવ મંદિર અલૌકિક લાગતું હતું , ચારે બાજુ લીલોતરીની વચ્ચે નદીનાથ મહાદેવનાં નયનરમ્ય દ્રશ્યો જોઈ આવેલ સમાજનાં દરેક વ્યક્તિ ખૂશ દેખાતો હતો.
સમાજના વડીલ બનવારીલાલ અગ્રવાલનો બર્થડે હોવાથી સમાજના દરેક વ્યક્તિઓ દ્વારા ભેગા મળી કેક કાપવામાં આવ્યો હતો ,અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે હરિયાળી ત્રીજના અવસરે આવું સુંદર આયોજન કરવામાં આવે છે, સમાજ દ્વારા આટલા સુંદર આયોજનને સમાજના દરેક વ્યક્તિઓએ વધાવી લીધો હતો અને આટલા સુંદર ઝાલોદ આયોજન ઝાલોદ નગર બહાર વર્ષમાં એક વાર નહીં પણ બે થી ત્રણ વખત યોજાય એવું આવેલ લોકોનો મંતવ્ય હતો, આમતો અગ્રવાલ સમાજ ઝાલોદ દ્વારા આવા સ્નેહ મિલનનાં વર્ષમાં ત્રણ પોગ્રામ થાય છે ,દિવાળી પછી, ધુળેટી અને હરિયાળી ત્રીજના અવસરે,સમાજના એક મંચ પર બધાં ભેગા થઈ દૂર પ્રવાસ કરવાં મળતા લોકો આનંદિત જોવા મળતા હતા. અગ્રવાલ સમાજના પ્રમુખ મુકેશભાઈ બી અગ્રવાલે કહ્યું કે ઝાલોદ અગ્રવાલ સેવાસંઘ, અગ્રવાલ મહિલા મંડળ,અગ્રવાલ યૂવક મંડળ ,કારોબારી સભ્યો તેમજ સમાજના દરેક વ્યક્તિઓના સુંદર સહકારથી આટલું સુંદર આયોજન કરવું શક્ય બનેલ છે.